<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

સૂર્યાને સતત બીજા વર્ષે ICC મેન્‍સ ટી-ર૦ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ : રોહિત, ગિલ, જાડેજા, કુલદીપ અને શિરાજને કેપ

 

નવી દિલ્‍હી, તા. ૩૦: ટી-ર૦ વર્લ્‍ડ કપ ર૦ર૪ શરૂ થવામાં હવે બે દિવસ બાકી છે. ત્‍યારે આ મેગા ઇન્‍વેન્‍ટ પહેલા આઇસીસીએ  ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્‍્‌સમેન સૂર્યકુમાર યાદવને આઇસીસી મેન્‍ટસ ટી-ર૦ ક્રિકેટર ઓફ ધ યર ર૦ર૩ નો એવોર્ડ આપ્‍યો છે. સૂર્યકુમાર યાદવે સતત બીજા વર્ષેઆ એવોર્ડ મેળવ્‍યો છે. અને તે આમ કરનાર એક માત્ર ખેલાડી બન્‍યો છે.

આઇસીસીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર એવા તમામ ક્રિકેટરોની તસ્‍વીરો શેર કરી છે જેમને વર્ષ ર૦ર૩ માં શ્રેષ્‍ઠ પ્રદર્શન માટે મોટા એવોર્ડ મળ્‍યા છે. સૂર્યાએ વર્ષ -ર૦ર૩ માં ૧૭ ઇનિંગમાં ૭૩૩ રન બનાવ્‍યા હતા.

જયારે રવિન્‍દ્ર જાડેજા શુભમન ગિલ, રોહિત શર્મા, કુલદીપ યાદવ, મોહમ્‍મદ શિરાજને આઇસીસી વન-ડે ટીમ ઓફ ધ યર કેપ આપવામાં આવી હતી.

(3:57 PM IST)