News of Thursday, 30th May 2024
સિંગાપોર ઓપન: બીજા રાઉન્ડમાં મારિન સામે સિંધુ કરવો પડ્યો હારનો સામનો

નવી દિલ્હી: સિંગાપુર ઓપનમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતની પીવી સિંધુનું અભિયાન ગુરુવારે વિશ્વની 12 ક્રમાંકની સ્પેનની કેરોલિના મારિન સામે બીજા રાઉન્ડમાં હાર સાથે સમાપ્ત થયું હતું સખત લડાઈમાં 21-13,11-21, 20-22થી હારનો સામનો કરવો પડ્યો. આ પહેલા, ભારતીય ખેલાડીએ પહેલા રાઉન્ડમાં વિશ્વની 21 ક્રમાંકિત લાઇન હોજમાર્ક કજાર્સફેલ્ટને 21-12, 22-20થી હરાવીને ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન મારિનનો સામનો કરવાનો અધિકાર મેળવ્યો હતો.સિંધુ અને મારિન 2016ની રિયો ઓલિમ્પિકની ફાઇનલમાં સામસામે આવી ગયા હતા જેમાં મારિન વિજેતા બની હતી.ગુરુવારની જીત સાથે, મારિને સિંધુ સામે તેનો રેકોર્ડ 12-5 પર લઈ લીધો છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
