<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ભારતે વિરાટ કોહલીની જોડાયા વગર વિના ન્યૂયોર્કમાં શરૂ કરી પ્રેક્ટિસ

નવી દિલ્હી: 2024 T-20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્ક પહોંચ્યા બાદ ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓએ મંગળવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જે હજુ સુધી ટીમ સાથે જોડાયો નથી અને બાંગ્લાદેશ સામેની ટીમની એકમાત્ર પ્રેક્ટિસ મેચમાં તેની ભાગીદારી પણ શંકાસ્પદ છે. બીસીસીઆઈએ હજુ સુધી તેમના પ્રવાસ સાથે જોડાયેલી કોઈ માહિતી આપી નથી ટીમ ટુકડે ટુકડે ન્યૂયોર્ક પહોંચી છે જેમાં આઈપીએલ 2024ના લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગયેલી ટીમોના ખેલાડીઓ પહેલા આવ્યા હતા, પરંતુ હાર્દિક પંડ્યાને તેમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ટીમો લીગ અથવા પ્લેઓફ સ્ટેજમાંથી બહાર નીકળી જતાં ખેલાડીઓ આવ્યા હતા, પરંતુ હાર્દિક બ્રેક લીધા બાદ ટીમમાં જોડાયો હતો. ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈએ જણાવ્યું છે કે આઈપીએલ 2024માં કેટલાક મહિનાઓથી સતત સક્રિય રહેલા ખેલાડીઓ માટે હવે કઈ રૂટિનનું પાલન કરવામાં આવે છે. બીસીસીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં તેણે કહ્યું, "તેઓ તેમની દિનચર્યામાં સરળતાથી સેટલ થઈ રહ્યા છે અને અમે ખેલાડીઓને ટાઈમ ઝોન સાથે અનુરૂપ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

 

(6:00 PM IST)