તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Thursday, 30th May 2024
T20 વર્લ્ડકપના નવા નિયમને ધ્યાનમાં રાખવા જરૂરી : ટીમ ઇન્ડિયા સામે રમનારી ટીમો સર્જી શકે છે અપસેટ
ગણતરીના કલાકોમાં T20 વર્લ્ડકપનો અમેરિકામાં પ્રારંભ :લીગ રાઉન્ડ માટે ચાર ગ્રુપ બનાવાયા :પાછલા ટી20 વર્લ્ડકપ કરતા આ વર્ષે 8 ટીમો વધુ: કુલ 20 ટીમો મેદાનમાં ઉતરી

અમદાવાદઃ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા 2024ના T20 વર્લ્ડકપને શરુ થવાના હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કઈ ટીમ ક્યાં સુધી પહોંચી શકે છે તે અંગેની અટકળો અને આકડાઓની સરખામણી કરવામાં આવી રહી છે. વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડકપ કરતા વર્ષ 2024નો T20 વર્લ્ડકપ ઘણો જ અલગ છે. લીગ રાઉન્ડ, સુપર-8 અને સેમિફાઈનલ મેચ જેવા પડાવ પાર કરીને ટીમોએ ફાઈનલ સુધી પહોંચવું પડશે.
આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ સેમિફાઈનલ સુધી પહોંચશે તેવું દિગ્ગજ ક્રિકેટર્સને વિશ્વાસ છે પરંતુ ભારતીય ટીમ સુપર-8માંથી બહાર થશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ બધું આગામી સમયમાં ક્લિયર થશે પરંતુ હાલ નવા નિયમો પર નજર કરવાની જરુરી છે
વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડકપમાં બે ગ્રુપ જ હતા, જેમાં એક ગ્રુપમાં 6 ટીમ હતી, પરંતુ આ વખતના T20 વર્લ્ડકપમાં ચાર ગ્રુપ પાડવામાં આવ્યા છે. જેમાં એક ગ્રુપમાં 5 ટીમો હશે. એટલે કે આ વર્ષે T20 વર્લ્ડકપમાં પાછલી ટુર્નામેન્ટ કરતા 8 ટીમો વધુ છે
20 ટીમો પોતાના ગ્રુપમાં લીગ મેચો દરમિયાન ટોપ પર હશે તેમને સુપર-8માં એન્ટ્રી કરશે. એટલે કે દરેક ગ્રુપમાંથી 2-2 ટીમો સુપર 8 રાઉન્ડમાં પહોંચશે. સુપર-8ના રાઉન્ડને પાર કરનારી ટીમો સમિફાઈનલમાં પહોંચશે.
આમ એક ટીમે બે પડાવ પાર કર્યા બાદ જ તેને સેમિફાઈનલમાં અને ત્યાંથી ફાઈનલમાં એન્ટ્રી મળશે. ભારત જે ગ્રુપમાં છે તેમાં કેનેડા, આયર્લેન્ડ, અમેરિકા, અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આ ગ્રુપમાંથી ટોપ-2 ટીમો સુપર-8માં પહોંચી શકશે.
લીગ રાઉન્ડમાં દરેક ટીમને ચાર મેચ રમવા મળશે અને તેમાંથી 4 મેચ જીતનારી ટીમ સુપર-8 રાઉન્ડમાં સીધી એન્ટ્રી કરી લેશે. પરંતુ બેથી વધુ ટીમો 3-3 મેચ જીતશે તો મામલો નેટ રનરેટ પર પહોંચી જશે
હાલ સુપર-8માં પહોંચનારી ટીમોની સંભાવનાઓમાં ગ્રુપ-Aમાંથી ભારત અને પાકિસ્તાન આગળ જશે તેમ મનાઈ રહ્યું છે. પરંતુ આયર્લેન્ડ, અમેરિકા અને કેનેડા જેવી ટીમ મોટા અપસેટ સર્જે તો તે ભારત અને પાકિસ્તાનની મોટી ટીમો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
વર્ષ 2022ના T20 વર્લ્ડકપમાં લીગ રાઉન્ડ બાદ 2-2 ટીમો સીધી સેમિફાઈનલમાં પહોંચી હતી, પરંતુ અહીં બે પડાવ પાર કરીને ટીમોએ ફાઈનલમાં પહોંચવું પડશે. આમ આ વખતે વર્લ્ડકપના લીગ અને સુપર-8 રાઉન્ડ સસપ્રદ રહેશે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
