<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ઓકશનમાં ગુજરાત ટાઇટન્‍સ મોટા નિર્ણયો લેશે ? શુભમન ગિલનો સાથે છોડશે?, વિજય શંકરને પણ ટીમમાંથી બહાર કરવામાં આવે તેવી શકયતા

નવી દિલ્‍હીઃ આઇપીએલમાં આ વખતે  ગુજરાત ટાઇટન્સ નું પ્રદર્શન આ સિઝનમાં કંઈ ખાસ રહ્યું નથી. ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી નથી. ગુજરાતને શુભમન ગિલના રૂપમાં નવો કેપ્ટન મળ્યો. પરંતુ તેની કેપ્ટનશીપ હેઠળ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ટીમ પોઈન્ટ ટેબલ પર 8મા સ્થાને રહી હતી.

તે જ સમયે, હવે IPL 2025 માં, ગુજરાત ટાઇટન્સની ટીમ મેગા ઓક્શનમાં કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે અને તેના કેપ્ટન શુભમન ગિલને છોડી શકે છે. જ્યારે વિજય શંકરને પણ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.

IPL 2025 પહેલા ડિસેમ્બરમાં મેગા ઓક્શન યોજાવાની છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમામ ટીમો 3 ખેલાડીઓને રિટેન કરી શકે છે. જેના કારણે એવું માનવામાં આવે છે કે ગુજરાત ટાઇટન્સ ટીમ શુભમન ગિલને રિલીઝ કરી શકે છે. કારણ કે, કેપ્ટન તરીકે ગિલનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જેના કારણે ટીમ તેની જગ્યાએ નવા ખેલાડીને લઈ શકે છે અને તેને ટીમનો નવો કેપ્ટન બનાવી શકે છે. આ કારણે ટીમ શુભમન ગિલને છોડી શકે છે. કારણ કે, આ સિઝનમાં ગિલનો સ્ટ્રાઈક રેટ પણ ખરાબ હતો.

ગુજરાત ટાઇટન્સ IPL 2025માં ઓલરાઉન્ડર વિજય શંકરને પણ પોતાની ટીમમાંથી બહાર કરી શકે છે. કારણ કે, વિજય શંકરને હવે ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. જેના કારણે તે ટીમમાંથી બહાર થઈ જશે તે નિશ્ચિત છે. વિજય શંકરને આ સિઝનમાં બહુ ઓછી મેચોમાં તક મળી છે.

જ્યારે ગુજરાતની ટીમે મોહમ્મદ શમી, ડેવિડ મિલર અને સાઈ સુદર્શનને રિટેન કરવા પડશે. જેના કારણે ટીમ વિજય શંકરને જાળવી રાખવા માંગશે નહીં. તમને જણાવી દઈએ કે ગુજરાત શમી, મિલર અને સુદર્શન જેવા ખેલાડીઓને જાળવી શકે છે. કારણ કે, આ ત્રણેય ખેલાડીઓનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે.

(12:22 PM IST)