News of Monday, 3rd June 2024
મારા માટે રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાથી મોટું કોઇ સન્માન નથી
આખરે હેડ કોચ બનવાના પ્રશ્ન પર ગૌતમ ગંભીરે આપ્યો જવાબ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા માટે તે સૌથી આગળ છે એવી અટકળો વચ્ચે ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે દુબઈમાં આ વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૭ મે હતી, પરંતુ હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગંભીરે આ માટે અરજી કરી છે કે નહીં.
અબુ ધાબીમાં એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં ગંભીરે કહ્યું હતું કે મને ભારતીય ટીમનું કોચિંગ કરવાનું ગમશે. મારા માટે રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાથી મોટું કોઈ સન્માન નથી, ગંભીરે હાલમાં કોલકાતા નાઇટ રાઈડર્સને તેમના ત્રીજા ઇન્ડિયન પ્રીમિયર લીગ ખિતાબ જીતવામાં મેન્ટર તરીકે મદદ કરી હતી
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
