<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ઓલ રાઉન્‍ડર વેન્‍કટેશ ઐયરે લગ્ન કર્યા

પત્‍ની શ્રુતિએ ફેશન મેનેજમેન્‍ટમાં માસ્‍ટર ડિગ્રી કરી છે

 

 

નવી દિલ્‍હી :  આઇપીએલ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદ્રાબાદ સામે બાવન રનની વિનિંગ ઇનિંગ્‍સ રમનાર કોલકતા નાઇટ રાઇડર્સના ઓલરાઉન્‍ડર વેન્‍કટેશ ઐયરે જીવનની નવી ઇનિંગસ શરૂ કરી છે. વેન્‍કટેસ ઐયરે ગયા વર્ષે નવેમ્‍બરમાં શ્રુતિ રઘુનાથન સાથે એન્‍ગેજમેન્‍ટ કર્યા હતા અને ગઇક ાલે બન્ને લગ્નબંધનમાં જોડાયા હતાં.

પરિવારની હાજરીમાં લગ્ન કરના ર૯ વર્ષના વેન્‍કટેશ ઐયર અને તેની પત્‍નીના ફોટો સોશ્‍યલ મીડીયા પર ભારે વાઇરલ થયા હતા. કોલકતા નાઇટ રાઇડર્સના સીઇઓ વેન્‍કી મૈસુર અને સ્‍પિનર વરૂણ ચક્રવર્તીએ પણ આ શુભ પ્રસંગે હાજરી આપી હતી.

શ્રુતિ બેંગલોરમાં લાઇફસ્‍ટાઇલ ઇન્‍ટરનેશનલ  પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરે છે.બ ંન્‍નેની ઓળખાણ કોમન ફેન્‍ડ દ્વારા થઇહ તી. અનેક ડેટસ મિત્રતા પ્રેમમાં બદલાઇ હતી. અહેવાલો અનુસાર વેન્‍કટેશની પત્‍ની શ્રુતિએ ફેશન મેનેજમેન્‍ટમાં માસ્‍ટર ડિગ્રી કરી છે.

(11:49 AM IST)