<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

વિપક્ષી ટીમ આપણને કયાં નુકસાન પહોંચાડી શકે તેના પર નહિ પણ તમારા મજબુત પાસા ઉપર ધ્‍યાન આપો

ટી-ર૦ વર્લ્‍ડકપના એમ્‍બેસેડેર યુવરાજસિંહની ટીમ ઇડિયાને સલાહ

નવી દિલ્‍હી : ભારતના દિગ્‍ગજ ઓલરાઉન્‍ડર યુવરાજ સિંહને જ્‍યારે પૂછવામાં આવ્‍યું કે ભારતીય ટીમ કેમ એક દાયકાથી વધુ સમયથી ICC ટ્રોફી જીતી શકયું નથી? ત્‍યારે ICC T૨૦ વર્લ્‍ડ કપના એમ્‍બેસેડર યુવરાજ સિંહે જવાબ આપતાં કહ્યું હતું કે શ્નમારું માનવું છે કે અમારી પાસે મોટી ટુર્નામેન્‍ટ જીતવાનો આત્‍મવિશ્વાસ છે. જો ભારતીય ટીમ પોતાનામાં વિશ્વાસ રાખે અને પોતાની પૂરી ક્ષમતા મુજબ રમે તો એ ટાઇટલ જીતી શકે છે.

ભૂતકાળમાં અમે આ બાબતો પર ધ્‍યાન આપીને જીત્‍યા હતા. અમે અમારા મજબૂત પાસા પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું. વિપક્ષી ટીમ આપણને કયાં નુકસાન પહોંચાડી શકે છે એના પર ધ્‍યાન ન આપવું જોઈએ. આપણે

આપણા મજબૂત પાસા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું પડશે. અમારી પાસે ઘણા મેચ- વિનિંગ ખેલાડીઓ છે.'

૪૨ વર્ષના યુવરાજ સિંહે કહ્યું કે ‘ICC વર્લ્‍ડ કપની તૈયારી માટે IPL શ્રેષ્ઠ પ્‍લેટફોર્મ છે અને મને ખાતરી છે કે આ શાનદાર ટુર્નામેન્‍ટ હશે. જો ભારત જીતે છે, તો એ અમારા માટે શાનદાર ક્ષણ હશે. ભારતને ICC ટ્રોફી જીત્‍યાને ઘણો સમય થઈ ગયો છે. આશા છે કે આ વખતે અમારી ટીમ આ ટાઇટલના દુકાળનો અંત લાવશે.

યુવરાજને પૂછવામાં આવ્‍યું કે કઈ ટીમો ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે તો તેણે કહ્યું, મારા મતે ભારત અને સંભવતઃ વેસ્‍ટ ઇન્‍ડીઝ અથવા પાકિસ્‍તાન છે, પરંતુ ઓસ્‍ટ્રેલિયા નહીં.

(11:58 AM IST)