<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

નામિબિયાના રુબેન ટ્રમ્પલમેને ઈતિહાસ રચ્યો, T20 વર્લ્ડ કપમાં આવી સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો

રુબેન ટ્રમ્પલમેનએ મેચના પ્રથમ બોલ પર બે વખત વિકેટ લીધી:ઓમાન પહેલા તેણે 2021માં સ્કોટલેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી

મુંબઈ :T20 વર્લ્ડ કપની ત્રીજી મેચ નામીબિયા અને ઓમાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં નામિબિયાના ફાસ્ટ બોલર રુબેન ટ્રમ્પલમેને ઈતિહાસ રચ્યો છે. તે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં મેચના પ્રથમ બોલ પર બે વખત વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. ઓમાન સામેની ઇનિંગ્સના પ્રથમ બોલ પર રુબેને કશ્યપ પ્રજાપતિને LBW આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અગાઉ T20 વર્લ્ડ કપ 2021માં તેણે સ્કોટલેન્ડ સામે ઇનિંગ્સના પ્રથમ બોલ પર જ્યોર્જ મુન્સીને આઉટ કર્યો હતો. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ બોલરોએ આ સિદ્ધિ મેળવી છે.

  રૂબેન ટ્રમ્પલમેન સિવાય બાંગ્લાદેશના મશરફે મોર્તઝાએ 2014માં અફઘાનિસ્તાન સામેની મેચના પ્રથમ બોલ પર વિકેટ લીધી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બન્યો, તેના પછી તે જ વર્ષે અફઘાનિસ્તાનના શાપૂર ઝદરને હોંગકોંગ સામેની મેચના પ્રથમ બોલ પર વિકેટ લીધી હતી.

  T20 વર્લ્ડ કપ મેચના પ્રથમ બોલ પર વિકેટ લેનારા બોલરો- મશરફે મોર્તઝા વિ અફઘાનિસ્તાન, 2014 શાપૂર ઝદરાન વિ. હોંગકોંગ, 2014 રુબેન ટ્રમ્પેલમેન વિ સ્કોટલેન્ડ, 2021 રુબેન ટ્રમ્પેલમેન વિ ઓમાન, 2024 

  T20 વર્લ્ડ કપમાં આ બીજી વખત છે જ્યારે રૂબેન ટ્રમ્પલમેને પાવરપ્લેમાં ત્રણ વિકેટ લીધી હોય. ડર્ક નેનિસ, એન્જેલો મેથ્યુસ અને ટ્રેન્ટ બોલ્ટ પછી પાવરપ્લેમાં એકથી વધુ વખત ત્રણ કે તેથી વધુ વિકેટ લેનારો તે ચોથો બોલર બન્યો છે.

   રુબેને ઓમાન સામેની પ્રથમ 2 ઓવરમાં 7 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે અગાઉ T20 વર્લ્ડ કપ 2021માં સ્કોટલેન્ડ સામે તેણે પ્રથમ ઓવરમાં બે રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

   મેચની વાત કરીએ તો રુબેન ટ્રમ્પલમેનના શાનદાર પ્રદર્શનના આધારે નામિબિયાએ ઓમાનને 109 રનમાં આઉટ કરવામાં સફળતા મેળવી હતી. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા આવેલી નામિબિયાની ટીમ માટે રુબેને 4 ઓવરના ક્વોટામાં માત્ર 21 રન આપીને 4 વિકેટ લીધી હતી, જ્યારે ડેવિડ વિઝે 3 વિકેટ લઈને તેને સારો સાથ આપ્યો હતો.

   ઓમાન માટે ખાલિદ કૈલ (34) એકમાત્ર બેટ્સમેન હતો જેણે 30 રનનો આંકડો પાર કર્યો હતો, જ્યારે 7 ખેલાડીઓ ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા.

(12:27 PM IST)