<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

નેધરલેન્‍ડસ અને નેપાલની ટીમ અપસેટ સર્જી શકેઃ ગિલક્રિસ્‍ટ

 

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલિયાના દિગ્‍ગજ વિકેટકીપર બેટ્‍સમેન એડેમ ગિલક્રિસ્‍ટનું માનવું છે. કે નેપાલની ટીમ ઇનટરનેશનલ  લેવલ પર રમવાના કારણે ઘણી મજબૂત બની છે.

ગિલક્રિસ્‍ટે એક રેડિયો ઇન્‍ટરવ્‍યુમા઼ કહ્યું  હતું કે નેપાલ અને નેધરલેન્‍ડ્‍સ ટી ૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૪માં મોટા ‘અપસેટ' સર્જી શકે છે. જોકે નેપાલનેને લ્‍વર્ડ પહેલા મોટો ફટકો પડયો છે. કારણ કે તેનો લેગ-સ્‍પિનર સંદીપ લામિછાને અમેરિકાના વીઝા ન મળવાને કારણે ટુર્નામેન્‍ટમાંથી બહાર થઇ ગયો છે. નેધરલેન્‍ડ્‍સની ટીમે ૨૦૨૨માં ઓસ્‍ટ્રેલિયામાં રમાયેલ  ટી૨૦ વર્લ્‍ડ કપમાં સાઉથ આફ્રિકાને હરાવ્‍યું હતું.

(1:51 PM IST)