News of Monday, 3rd June 2024
હું એક દિવસ ભારત માટે ચોકકસ રમીશઃ પરાગ

નવીદિલ્હી : આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર પરાગે સ્વીકાર્યું હતું કે ટીમમાં તેની પસંદગી ન થતાં તે ચોક્કસપણે નિરાશ થયો હતો, પરંતુ તે આ અંગે વધુ વિચારી રહ્યો નથી. ‘‘હું આ વખતે મેચ નહીં જોઉં, હું માત્ર ફાઈનલ જ જોઈશ. હું વર્લ્ડ કપ રમવા માંગતો હતો, મને લાગે છે કે તે એક સારી લાગણી છે, તમે તમારા દેશ માટે વર્લ્ડ કપ રમવા માંગો છો. આ વિચાર હંમેશા તમને પ્રોત્સાહિત કરે છે.
સાથે જ વિશ્વાસ બતાવતા રિયાન પરાગે એમ પણ કહ્યું કે, ‘હું એક દિવસ ભારત માટે ચોક્કસ રમીશ. હું તેની રાહ જોઈ રહ્યો છું. મને ખાતરી છે કે મારું સપનું પણ સાકાર થશે'.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
