News of Monday, 3rd June 2024
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન કેદાર જાધવે ધોનીની જેમ ક્રિકેટમાંથી નિવૃત થવાની જાહેરાત કરતા આંચકો
સોશ્યલ મીડિયામાં વીડિયો શેર કર્યોઃ ‘જીંદગી કે સફર મેં ગુજર જાતે હૈ' ગીત એડ કર્યુ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેદાર જાધવે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી રિટાયરમેન્ટની જાહેર કરી છે. કેદાર જાધવે સોશિયલ મીડિયા દ્વારા પોતાની નિવૃત્તિની જાણકારી આપી છે.
કેદાવ જાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર રિટાયરમેન્ટ જાહેરાત કરતા લખ્યું કે, 'મારી કારકિર્દી દરમિયાન તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. મને 3 વાગ્યાથી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત માનો.' કેદાર જાધવે ધોની સ્ટાઈલમાં નિવૃતિની જાહેરાત કરી છે. જાધવે વીડિયો શેર કર્યો છે અને તેમાં તેને કેટલીક તસવીરો શેર કરી છે અને તેને 'જીંદગી કે સફર મેં ગુજર જાતે હૈ' ગીત પણ એડ કર્યું છે.
કેદાર જાધવે વર્ષ 2014માં શ્રીલંકા સામે પ્રથમ વનડે મેચ રમીને પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી. તેને વનડેમાં કુલ 73 મેચમાં 1389 રન બનાવ્યા. આ દરમિયાન તેને 2 સેન્ચુરી અને 6 હાફ સેન્ચુરી ફટકારી હતી. તેને વનડેમાં 27 વિકેટ પણ ઝડપ્યા હતા. જાધવે 9 ટી20Iમાં 122 રન પણ બનાવ્યા છે. તેને તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 8 ફેબ્રુઆરી 2020ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. કેદાર જાધવે આઈપીએલમાં 95 મેચમાં કુલ 1208 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 4 હાફ સેન્ચુરી ફટકારી છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
