તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th June 2024
કાલે ન્યુયોર્કમાં ભારત - પાક મહામુકાબલો
જો પાકિસ્તાન હારશે તો ટુર્નામેન્ટની બહાર ફેંકાઇ જવાનો ડર ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સામે ટીમ બાબરનો રેકોર્ડ સારો નથી : ટીમ ઇન્ડિયા ફરી ઇતીહાસ રચવા સજ્જ

નવી દિલ્હી, તા.૮: ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ ની સૌથી મોટી મેચ - ભારત વિ પાકિસ્તાન - આવતીકાલે એટલે કે ૯મી જૂને ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારત કરતા પાકિસ્તાન માટે વધુ મહત્વની બની રહી છે. જો બાબર આઝમની આગેવાની હેઠળની ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડે છે, તો તે લીગ તબક્કામાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાના જોખમમાં હોઈ શકે છે. હા, અમેરિકા સામે અપસેટ બાદ પાકિસ્તાનની મુસીબતો વધી ગઈ છે. બીજી તરફ, નાની ટીમોએ પહેલાથી જ ગ્રુપ એ-માં શાનદાર પ્રદર્શન કરીને આગલા રાઉન્ડમાં પહોંચવા માટે પોતાનો દાવો દાખવી લીધો છે.
અમેરિકા સામે સુપર ઓવરમાં મળેલી હારને કારણે પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. મેન ઇન ગ્રીનની આગામી મેચ ભારત સામે છે. જો પાકિસ્તાનને તેની બીજી મેચમાં પણ હારનો સામનો કરવો પડશે તો તેમની મુશ્કેલીઓ વધી જશે. વાસ્તવમાં, યુએસએ લીગ તબક્કામાં તેની પ્રથમ બંને મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ભારત અને કેનેડા એક-એક જીત સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
જો પાકિસ્તાન ભારત સામેની મેચ હારી જાય છે, તો તેણે બાકીની બંને મેચ (કેનેડા અને આયર્લેન્ડ) જીતવી પડશે. આમ છતાં સુપર-૮માં પહોંચવાની તેમની આશાઓ લટકતી રહેશે. હકીકતમાં, યુએસએ તેની પ્રથમ બે મેચ જીતી છે. તેમની આગામી બે મેચ ભારત અને આયર્લેન્ડ સામે છે. જો પાકિસ્તાન ભારત સામે હારે છે અને યુએસએ ભારત અથવા આયર્લેન્ડમાંથી કોઈ એક સામે જીતે છે તો તે સુપર-૮ની ટિકિટ બુક કરશે.
બીજી તરફ, જો પાકિસ્તાન ભારત સામે હાર્યા બાદ આગામી બે મેચ જીતે છે અને અમેરિકાને તેની આગામી બે મેચોમાં હારનો સામનો કરવો પડે છે તો મામલો નેટ રન રેટ પર અટકી જશે.
આવી સ્થિતિમાં પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં આવી સ્થિતિમાં ફસાવવા માંગતું નથી. જો પાકિસ્તાન સુપર-૮ માટે સરળતાથી ક્વોલિફાય કરવા માંગે છે, તો તેણે બાકીની ત્રણ મેચ જીતવી પડશે, જેમાંથી એક ભારત સામે પણ છે.
ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. વર્લ્ડ કપ ૨૦૨૧માં એકમાત્ર જીત સિવાય પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં ભારતને કયારેય હરાવી શકયું નથી. હેડ ટુ હેડ રેકોર્ડમાં ભારત પાકિસ્તાનથી ૬-૧થી આગળ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે આ પડકાર આસાન બનવાનો નથી.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
