<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ભારત-પાકિસ્‍તાન મેચમાં વરસાદ રંગમાં ભંગ કરે તેવા એંધાણ વર્તાયા

સંપૂર્ણ 20 ઓવરની મેચ થવાની શક્યતા ઓછી હોઈ શકે છેઃ T20 વર્લ્ડ કપ 2024માં બંને ટીમ પોતાની બીજી મેચ રમશે

નવી દિલ્‍હીઃ  આજે ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર મેદાનમાં સામ-સામે ટકરાશે. T20 વર્લ્ડ કપ 2024માં બંને ટીમ પોતાની બીજી મેચ રમશે. જ્યારે ભારતે તેની પ્રથમ મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું, ત્યારે પાકિસ્તાનને તેની પહેલી જ મેચમાં ભારે અપસેટનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. પાકિસ્તાન માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પ્રથમ તો આ મેચ ભારત સામે છે અને આ મેચમાં હાર તેના વર્લ્ડ કપ અભિયાનને ફટકો આપી શકે છે.

આ બધાની વચ્ચે ફેન્સની નજર પણ તેના પર રહેશે કે આજે રવિવારનું વાતાવરણ કેવું રહેશે. જો વરસાદ થશે તો મેચમાં મુશ્કેલી આવી શકે છે. અથવા સંપૂર્ણ 20 ઓવરની મેચ થવાની શક્યતા ઓછી હોઈ શકે છે.

આ મેચ પર કાળા વાદળો જોવા મળી રહ્યા છે. Accuweatherના રિપોર્ટ અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે વરસાદની 51 ટકા શક્યતા છે. ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે વરસાદની સંભાવના છે. એટલે કે મેચ શરૂ થયાના અડધા કલાક બાદ જ વરસાદ આવી શકે છે. આ મેચ દિવસ દરમિયાન યોજાવાની છે, તેથી રાહતની વાત છે કે આ મેચ પૂર્ણ કરવા માટે પૂરતો સમય મળશે. વરસાદ મેચને સંપૂર્ણપણે બરબાદ કરે અને મેચ થવાથી અટકાવે તેવી કોઈ શક્યતા નથી. મેચ પૂર્ણ થવાની સંભાવના વધારે છે.

આ મેચમાં ભારતનું પલડું વધારે ભારે છે. તેનું કારણ એ છે કે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાત મેચમાંથી ભારત સામે માત્ર એક મેચ જીતી શક્યું છે. આ સિવાય છેલ્લી મેચમાં અમેરિકાના હાથે હારના કારણે પાકિસ્તાનનો આત્મવિશ્વાસ નબળો પડ્યો છે. આવી સ્થિતિમાં ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરવો તેના માટે આસાન નહીં હોય.

(3:25 PM IST)