તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th June 2024
T 20 વર્લ્ડકપ : ટીમ ઇન્ડિયા કરશે પ્રથમ બેટીંગ : પાકિસ્તાને ટોસ જીત્યો : ભારતની પ્લેઈંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહીં
પાકિસ્તાને આઝમ ખાનની જગ્યાએ ઈમાદ વસીમનો સમાવેશ કર્યો : જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

નવી દિલ્હી. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચમાં ભારતીય ટીમનું મનોબળ ઉંચુ છે. વરસાદના કારણે ટોસ અડધો કલાક મોડો થયો હતો. ભારતીય સમય અનુસાર, ટોસ સાંજે 7.30 વાગે થવાનો હતો પરંતુ વરસાદની દખલગીરીને કારણે તે અડધો કલાક મોડો એટલે કે રાત્રે 8:00 વાગ્યે થયો હતો. ભારતે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી જ્યારે પાકિસ્તાને આઝમ ખાનની જગ્યાએ ઈમાદ વસીમનો સમાવેશ કર્યો છે.
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો (IND vs PAK) આઠમી વખત ટકરાશે. આ પહેલા 7 મેચમાંથી ભારતે 6 જ્યારે પાકિસ્તાને એક મેચ જીતી છે. આંકડામાં ભારતનો હાથ ઉપર છે. ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ ઊંચો છે અને રોહિત બ્રિગેડ પાકિસ્તાન પર વધુ એક જીત માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા 17 વર્ષથી T20 ટ્રોફીની રાહ જોઈ રહી છે. ભારત વર્ષ 2007માં T20માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ત્યારથી ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બનવાની રાહ જોઈ રહી છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, ઈમાદ વસીમ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, નસીમ શાહ, મોહમ્મદ આમિર, હરિસ રઉફ.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
