<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

ભારત-પાક. મેચમાં ગેલ સહિતના દિગ્‍ગજોની હાજરીઃ ટીમ ઇન્‍ડિયાને જોમ ચડાવ્‍યું

ન્‍યુયોર્કમાં ભારત-પાકિસ્‍તાનની મેચમાં ભૂતકાળમાં ક્રિકેટજગતમાં ધમાલ મચાવનાર અનેક દિગ્‍ગજો જોવા મળ્‍યા હતા.ટી-૨૦ વર્લ્‍ડકપ ૨૦૨૪ના બ્રેન્‍ડ એમ્‍બેસેડર યુવરાજ સિંહ, શાહિદ આફ્રિદી અને ક્રિસ ગેઇલ એકસાથે મેદાન પર પહોંચ્‍યા હતા. ક્રિસ ગેઇલે મેચ પહેલાં પોતાના તિરંગા રંગના બ્‍લેઝર પર બન્ને ટીમના સ્‍ટાર ખેલાડીઓ પાસે ઓટોગ્રાફ લીધા હતા. દિગ્‍ગજ ભારતીય ક્રિકેટર સચિન તેન્‍ડુલકર, કોમેન્‍ટેટર નવજોત સિંહ સિધુ, પાકિસ્‍તાની દિગ્‍ગજ વસીમ અકરમ મેદાન પર વાતચીત કરતા જોવા મળ્‍યા હતા. ૩૪ હજારની ક્ષમતાવાળું નાસાઉ કાઉન્‍ટી સ્‍ટેડિયમ બન્ને ટીમના ફેન્‍સના કારણે ખીચોખીચ જોવા મળ્‍યું હતું.

(3:51 PM IST)