તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
લાહોરને ભારત-પાકિસ્તાન મેચની યજમાની કરવાનો મળશે મોકો ?
પાકિસ્તાન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની યજમાની કરશે : , ICCએ આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન પાકિસ્તાનની યજમાની હેઠળ યોજવા નિર્ણય લીધો

મુંબઈ : T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન સામે ભારતની છ રને રોમાંચક જીતના 24 કલાકની અંદર જ આગામી મેચની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. રિપોર્ટ અનુસાર, તેનો ડ્રાફ્ટ શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં લાહોરને ભારત-પાકિસ્તાન મેચની યજમાની કરવાનો મોકો મળશે.
ક્રિકબઝના એક અહેવાલ અનુસાર, ICCએ આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન પાકિસ્તાનની યજમાની હેઠળ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લીગની છેલ્લી મેચ હશે. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમ ભાગ લેશે. આ દરમિયાન, ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે અંગે હજુ સુધી પુષ્ટિ થઈ નથી. કારણ કે બોર્ડે સ્પષ્ટ કહ્યું છે કે સરકાર આ અંગે નિર્ણય લેશે.
પીસીબીને તૈયારીઓ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે, જો ભારત પાકિસ્તાન જવાનો ઇનકાર કરે છે તો ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર યોજાય તેવી સંભાવના છે, જેમાં કેટલીક મેચ યુએઈમાં રમાશે. જેમ કે ગયા વર્ષે એશિયા કપમાં થયું હતું. શેડ્યૂલ વિશે વાત કરીએ તો, એવું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે લાહોરમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મુકાબલો સહિત સાત મેચની યજમાની કરશે.
રાવલપિંડી પાંચ મેચોની યજમાની કરશે, જ્યારે કરાચીમાં 19 ફેબ્રુઆરીએ શરૂઆતી મેચ સહિત ત્રણ મેચોની યજમાની થશે. ફાઈનલ મેચ 9 માર્ચે ઈન્ડિયાની તમામ મેચ અને સેમીફાઈનલ સાથે 9 માર્ચના ફાઇનલ મેચ લાહોરમાં રમાશે.
જ્યાં સુધી હાઈબ્રિડ મોડલનો સવાલ છે, ICC અને PCB અત્યારે તેના વિશે વાત કરી રહ્યાં નથી. જો કે, તે પણ નકારી શકાય નહીં. કારણ કે ભારત સરકાર છેલ્લા એક દાયકાથી ટીમને પાકિસ્તાન ન જવા દેવાના તેના વલણમાં કડક છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
