<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ઝિમ્બાબર..! સ્ટેડિયમની બહાર બાબરને ચાહકે ઘેર્યો: જુઓ વીડિયો

ઝિમ્બાબ્વેની ટીમ સામે તેના સામાન્ય પ્રદર્શનને કારણે બાબર આઝમને ઝિમ્બાબર કહીને કેટલાક લોકો તેને ટ્રોલ કરે છે

ન્યૂયોર્કમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T-20 વર્લ્ડકપની રોમાંચક મેચમાં PAK ટીમને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ કેપ્ટન બાબર આઝમને શેરીઓથી લઈને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

જ્યાં તેને દિગ્ગજો તરફથી ટીકાઓ મળી રહી છે, ત્યારે તેને ચીડવનારા ચાહકો પણ તેનો પીછો છોડતા નથી.

બાબર આઝમને ટ્રોલ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બાબર જેવી મેચ બાદ ટીમ સાથે બસમાં જવા નીકળે છે ત્યારે ચાહકો તેને હેરાન કરવાનું શરૂ કરી દે છે. જોકે, તે આ ટ્રોલિંગનો જવાબ નથી આપતો. બાબર તેની બેગ છોડીને તરત જ બસમાં ચઢે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. પ્રશંસકોનું કહેવું છે કે કોઈ પણ ખેલાડીને આ રીતે હેરાન ન થવું જોઈએ. જ્યારે કેટલાકે કહ્યું છે કે બાબર અસલી ઝિમ્બાબર છે.

  પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ઝિમ્બાબર કહીને ટ્રોલ કરવામાં આવ્યો છે. તેની પાછળ બે કારણો છે. ઝિમ્બાબ્વેની ટીમ સામે તેના સામાન્ય પ્રદર્શનને કારણે કેટલાક લોકો તેને ટ્રોલ કરે છે જ્યારે કેટલાક માને છે કે બાબર આઝમ ઝિમ્બાબ્વેની ટીમ સામે તેની એવરેજ સુધારે છે. બાબરે ઝિમ્બાબ્વે સામે ત્રણેય ફોર્મેટમાં 57.75ની એવરેજથી 693 રન બનાવ્યા છે. આમાં તેનો સ્ટ્રાઈક રેટ 106.12 છે. જોકે, બાબર એપ્રિલ-મે 2021માં ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ શ્રેણીમાં નિષ્ફળ ગયો હતો. આ અલગ-અલગ કારણોને લીધે તેનું નામ ઝિમ્બાબર પડ્યું.

(12:36 AM IST)