તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
વર્ષ પહેલા મને કરીઅર ખતમ કરવાનું કહેતા હતા, હવે બેસ્ટ બોલર કહો છો?
જસપ્રીત બુમરાહે ટ્રોલર્સ પર માર્યો ટોન્ટ

નવી દિલ્હી,તા.૧૧: જસપ્રીત બુમરાહેᅠ૨૦૨૨માં તેની પીઠના નીચેના ભાગમાં ‘સ્ટ્રેસ ફ્રેક્ચર'ની સર્જરી કરાવી હતી, જેના કારણે તે ઓસ્ટ્રેલિયામાંટી-૨૦ વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો. ભારતમાં એક સિરીઝથી વાપસી કરતા સમયે તેની માંસપેશીમાં દુખાવો થયો હતો જેના કારણે તે ૧૦ મહિનાથી વધુ સમય માટે ક્રિકેટથી દૂર રહ્યો હતો.
લોકો ત્રણેય ફોર્મેટમાં રમવાના વર્કલોડને હેન્ડલ કરવાની તેની ક્ષમતા પર સવાલ ઉઠાવવા લાગ્યા હતા, પરંતુ બુમરાહે છેલ્લા એક વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં ૬૭ વિકેટ લઈને તેના ટ્રોલર્સને ચૂપ કરી દીધા છે, જેમાં રવિવારે પાકિસ્તાન સામે ઓછા સ્કોરવાળી ટી-૨૦ વર્લ્ડ કપની મેચમાં ૧૪ રનમાં ત્રણ વિકેટનું મેચવિનિંગ પ્રદર્શન સામેલ છે.બુમરાહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે એક વર્ષ પહેલાં સુધી આ જ લોકો કહેતા હતા કે હું કદાચ ફરીથી રમી શકીશ નહીં અને મારી કરીઅર સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ હવે આ પ્રશ્ન બદલાઈ ગયો છે. લોકો મને બેસ્ટ બોલર કહી રહ્યા છે. હું હંમેશાં મેચમાં ટીમ માટે સામે આવેલી સમસ્યાને સમાપ્ત કરવા માટે રમું છું.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
