<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

અમને મેચ પછી બે અવાજ સંભળાયા છે, એક ઇન્‍ડિયા.. ઇન્‍ડિયા અને કદાચ બીજો અવાજ ટીવી તુટવાનો હતો તમે જરા આ અવાજ વિશે પુષ્‍ટિ કરશો?

પાકિસ્‍તાનની હાર પર દિલ્‍હી પોલીસનું ટ્‍વીટ થયું વાયરલ

નવી દિલ્‍હીઃ દિલ્‍હી પોલીસનું સોશ્‍યલ મીડિયા હેન્‍ડલ અવારનવાર તેમની રમૂજી પોસ્‍ટને કારણે ચર્ચામાં રહે છે. ટી-૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૪માં પાકિસ્‍તાન સામે ભારતની જીત બાદ દિલ્‍હી પોલીસે ન્‍યુ યોર્ક પોલીસને ટેગ કરીને એક ટ્‍વીટમાં લખ્‍યું હતું કે અમને મેચ પછી બે અવાજ સંભળાયા છે, એક ઇન્‍ડિયા... ઇન્‍ડિયા... અને કદાચ બીજો અવાજ ટીવી તૂટવાનો હતો. તમે જરા આ અવાજ વિશે પુષ્ટિ કરી શકશો?'

પાકિસ્‍તાનના ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને કારણે જયારે પણ ટીમ ભારત સામે કે મોટી ટુર્નામેન્‍ટની મહત્ત્વની મેચમાં હારતી હોય ત્‍યારે ભારતના પાડોશી દેશ પાકિસ્‍તાનમાં ટીવી તોડીને વિરોધ કરવામાં આવે છે.

(4:42 PM IST)