<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ત્રણ શાનદાર કેચ પકડનાર પંતને મળ્‍યો બેસ્‍ટ ફિલ્‍ડરનો એવોર્ડ

પાકિસ્‍તાન સામે રોમાંચક જીત મેળવ્‍યા બાદ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ફીલ્‍ડીંગ કોચ ટી.દિલીપે એક યુનિટ તરીકે કામ કરનાર ભારતીય ખેલાડીના કો-ઓર્ડિનેશનની પ્રશંસા કરી હતી. આ વખતે તેમણે બેસ્‍ટ ફીલ્‍ડરનો એવોર્ડ આપવા માટે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાષાીને આમંત્રિત કર્યા હતા. કોમેન્‍ટેટર રવિ શાષાીએ કાર-અકસ્‍માતની ઇજાઓમાંથી બહાર આવીને શાનદાર પ્રદર્શન કરનાર વિકેટકીપર-બેટર રિષભ પંતને આ એવોર્ડ આપ્‍યો હતો. રિષભ પંતે બીજી ઇનિંગ્‍સમાં પાકિસ્‍તાનના મિડલ ઓર્ડરની ત્રણ વિકેટ લઇને ટીમની જીતમાં મહત્‍વની ભુમિકા ભજવી હતી.

(4:48 PM IST)