તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
અમેરિકાની ટીમમાં ૮ મુળ ભારતીય ખેલાડીઓ, ઇન્ડીયા બી ટીમ પણ કહેવામાં આવી રહી છે
આજે રાત્રે ૮ વાગ્યાથી ભારત વિ. યુએસએ વચ્ચે જંગ કેપ્ટન મોનાંક પટેલ, સૌરભ નેત્રાવલકર સહિતના ખેલાડીઓ ટીમમાં

ન્યુયોર્ક : આજે બુધવારે ટી ૨૦ વર્લ્ડકપમાં ભારત એક એવી ટીમનો સામનો કરી રહ્યું છે, જેના મોટાભાગના ખેલાડીઓએ એક સમયે ભારતીય ટીમ માટે રમવાનું સપનું જોયું હતું. કેટલાક રણજી ટ્રોફી અને આઈપીએલમાં પણ રમ્યા હતા, પરંતુ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન ન મળતા તેઓએ દેશ બદલવાનો નિર્ણય લઈ લીધો હતો.
આ ખેલાડીઓમાં ટીમના કેપ્ટન મોનાંક પટેલથી લઈને સૌરભ નેત્રાવલકરનો સમાવેશ થાય છે. મોનાંક, હરમીત, સૌરભ સહિત ૮ ખેલાડીઓ હવે અમેરિકન ટીમનો ભાગ છે, જેની સામે ભારતની મેચ થવાની છે.ભારત અને અમેરિકાની ટીમો વચ્ચે સમાનતા માત્ર ખેલાડીઓના જન્મથી નથી. ટી૨૦ વર્લ્ડકપમાં આ બંનેનું અત્યાર સુધીનું પ્રદર્શન સરખું જ રહ્યું છે. ભારત અને અમેરિકા બંને ટીમો ગ્રુપ ખ્માં છે. ભારત અને અમેરિકા બંનેએ અત્યાર સુધી બે-બે મેચ જીતી છે. બંને ગ્રુપમાં અજેય છે અને બંનેએ પાકિસ્તાનને હરાવ્યું છે.
અમેરિકાની ક્રિકેટ ટીમમાં ભારતીય મૂળના ૮ ખેલાડીઓ છે. જેમાં સૌરભ નેત્રાવલકર, હરમીત સિંહ, મોનાંક પટેલ, નીતિશ કુમાર, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, જસદીપ સિંહ (જેસી)નો સમાવેશ થાય છે. આ કારણે અમેરિકન ટીમને 'ઈન્ડિયા બી' પણ કહેવામાં આવી રહી છે. અમેરિકાની ક્રિકેટ ટીમમાં ૮ ભારતીય મૂળના ખેલાડીઓ સિવાય ટીમમાં પાકિસ્તાની મૂળના બે અને વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડનો એક-એક ખેલાડી પણ છે. આમ મોટાભાગના ખેલાડીઓ ભારતીય પરિસ્થિતિઓથી લગભગ અનુકૂળ મનાઈ રહ્યા છે.
આમ મોટાભાગના ખેલાડીઓ ભારતીય પરિસ્થિતિઓથી લગભગ અનુકૂળ મનાઈ રહ્યા છે.ભારત અને અમેરિકા વચ્ચેની આ મેચ રાત્રે ૮ વાગ્યાથી રમાશે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ ટીવી ચેનલ પર જીવંત -સારણ કરવામાં આવશે. ભારત-અમેરિકા મેચ હોટ સ્ટાર પર પણ લાઈવ જોઈ શકાશે. આ મેચ પણ ન્યૂયોર્કના એક જ નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે કે જ્યાં વિશાળ સ્કોર ઉભો કરવો મુશ્કેલ છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
