News of Thursday, 13th June 2024
બાબરની કપ્તાની જશે?: ત્રણ નામ ચર્ચામાં
પાકિસ્તાની ટીમના સુપર-૮માં પહોંચવાના ફાંફા

લાહોરઃ પાકિસ્તાનની ટીમે ગઈકાલે ટી-૨૦ વર્લ્ડકપમાં કેનેડા સામે જીત મેળવીને પોતાની પહેલી જીત મેળવી છે. પરંતુ યુએસએ સામે પહેલી જ મેચ સુપર ઓવરમાં હારી ગયા બાદ અને ત્યારબાદ ભારત સામે ૧૨૦ રન્સનો પણ ટાર્ગેટ એચીવ ન કરી શકતા બાબરની કપ્તાની પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો તો બાબર પાસેથી કપ્તાની છીનવી લેવાની જોરદાર વકીલાત કરી રહ્યા છે.
પાકિસ્તાની ક્રિકેટ ટીમનું કેપ્ટન હોવું એ કંટાળો તાજ છે. પાકિસ્તાનનું સમગ્ર ક્રિકેટ રાજકારણ પર આધારિત છે અને પાકિસ્તાનનું રાજકારણ પાકિસ્તાની સેના ઉપર આધારિત છે. આથી વારંવાર ટીમમાં, કોચિંગ સ્ટાફમાં અને PCBમાં એવા ફેરફાર કરવામાં આવે છે કે કયાંય સ્થિરતા જોવા મળતી નથી. જે માટે મોહમ્મદ રિઝવાનઃ, શાહીન આફ્રિદી તથા શાદાબખાનના નામ કેપ્ટન તરીકે ચર્ચાય રહયા છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
