<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

જો અમે ૧૩૦ રન બનાવ્‍યા હોત તો લક્ષ્ય મુશ્‍કેલ હોત, અમે ક્રિકેટનો આનંદ લઇ રહ્યા છીએ

અમેરિકાના કેપ્‍ટન એરોન જોનસ કહે છે

ન્‍યુયોર્ક, તા. ૧૧ : ટીમ ઈન્‍ડિયા અને અમેરિકા વચ્‍ચેની મેચમાં હોમ ટીમ અમેરિકાએ જબરદસ્‍ત લડત બતાવી હતી પરંતુ અંતે ટીમ ઈન્‍ડિયાના સ્‍ટાર બેટ્‍સમેન સૂર્ય કુમાર યાદવની અડધી સદીની ઈનિંગ અને શાનદાર બોલિંગની મદદથી ટીમ ઈન્‍ડિયાએ જીત મેળવી હતી. મેચ પૂર્ણ થયા બાદ અમેરિકાના સ્‍ટેન્‍ડ-ઇન કેપ્‍ટન એરોન જોન્‍સએ કહ્યું કે જો અમે ૧૩૦ રન બનાવ્‍યા હોત, તો તે મુશ્‍કેલ લક્ષ્ય હોત, કયારેક આવું થાય છે. છોકરાઓ ખૂબ જ શિસ્‍તબદ્ધ રમ્‍યા હતા, અમને બોલિંગ યુનિટ પર ખૂબ ગર્વ હતો. તે સારું લાગે છે, અમે યુએસએ ક્રિકેટ માટે આ જ ઇચ્‍છતા હતા, અમે તેનો આનંદ લઈ રહ્યા છીએ.

(3:43 PM IST)