<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

સુપર 8માં ટીમ ઈન્ડિયાનો કયારે અને કોની સામે થશે મુકાબલો :જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

સુપરમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે તે પહેલા તે વધુ બે મેચ રમશે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ કેનેડા સામે છે.

મુંબઈ :ટીમ ઈન્ડિયા 2024ના ટ્વેન્ટી20 વર્લ્ડ કપના સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ન્યૂયોર્કમાં ભારતે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે. પરંતુ હવે તે બાકીની મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમશે. ટીમ ઈન્ડિયાએ શરૂઆતની ત્રણ મેચ જીતી હતી. સુપર 8માં ભારતની પહેલી મેચ જૂને છે આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. ભારતીય દર્શકોની સુવિધા માટે આ સમય નક્કી કરવામાં આવ્યો છે.

  ટીમ ઈન્ડિયાની એક છેલ્લી ગ્રુપ મેચ બાકી છે. તે કેનેડાની છે. ભારત અને કેનેડા શનિવારે સાંજે ફ્લોરિડામાં રમશે. ત્યાર બાદ ભારત તેની પ્રથમ સુપર 8 મેચમાં ગ્રુપ સીમાં ટોચની ટીમનો સામનો કરશે. આ મેચ 20 જૂને બાર્બાડોસમાં રમાશે. ત્યારબાદ ભારતનો મુકાબલો ગ્રુપ ડીમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. આ મેચ 22 જૂને એન્ટિગુઆમાં રમાશે. ટીમ ઈન્ડિયા પોતાની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમાશે.

   ભારતીય ટીમ ગ્રુપ Aમાં છે. તેની સાથે પાંચ ટીમ છે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે. તેણે 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. યુએસએ બીજા ક્રમે છે. તેણે 3 મેચ રમી છે અને 2 જીતી છે. તેના 4 પોઈન્ટ છે. યુએસએ પાસે હજુ પણ સુપર 8માં પહોંચવાની તક છે. પરંતુ તેના માટે તેણે છેલ્લી મેચ જીતવી પડશે. યુએસએ આયર્લેન્ડ સામે ટકરાશે.

ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ જૂને ત્રિનિદાદમાં રમાશે ત્યાર બાદ બીજી સેમિફાઇનલ 27 જૂને ગયાનામાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે

  સુપર 8માં ભારત ક્યારે અને કોની સામે ટકરાશે - 20 જૂન - ગ્રુપ સીની ટોચની ટીમ ભારત વિ 22 જૂન - ભારત વિરુદ્ધ ગ્રુપ ડીની બીજા સ્થાને રહેલી ટીમ 24 જૂન - ભારત વિ ઓસ્ટ્રેલિયા

(10:28 PM IST)