<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

યુએસએ અને આયર્લેન્ડ વચ્ચે મેચ : 5-5 ઓવરની મેચ કેટલા સમય સુધી થઈ શકે? આઈસીસીએ પુષ્ટિ કરી

ફ્લોરિડામાં યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે વિક્ષેપિત થઈ:ટોસમાં વિલંબ થયો:આ મેચ પર પાકિસ્તાનની આશા બંધાઈ

ફ્લોરિડામાં યોજાનારી યુએસએ અને આયર્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની મેચ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. પાકિસ્તાનની નજર પણ આ મેચ પર ટકેલી છે કારણ કે જો આ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે.

   આ મેચ રદ થવાને કારણે યુએસએ અને આયર્લેન્ડ વચ્ચે એક-એક પોઈન્ટ વહેંચવામાં આવશે. જેના કારણે યુએસએ 5 પોઈન્ટ સાથે ગ્રુપ Aમાંથી ક્વોલિફાઈ થનારી બીજી ટીમ બની જશે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મેચને લઈને મોટું અપડેટ આપ્યું છે.

  ખરેખર, વરસાદના કિસ્સામાં ગ્રુપ રાઉન્ડ અને સુપર-8માં રિઝર્વ ડેની કોઈ જોગવાઈ નથી. આવી સ્થિતિમાં આ મેચ યોજાવાની તમામ શક્યતાઓ જોવા મળશે. શક્ય છે કે મેચ 5-5 ઓવરની કરવામાં આવે.

   આ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કટઓફ સમય આપ્યો છે. ICC અનુસાર, 5-5 ઓવરની મેચનો સમય સ્થાનિક સમય અનુસાર બપોરે 2:16નો આપવામાં આવ્યો છે. ભારતીય સમય અનુસાર આ સમય રાત્રે 11.46 વાગ્યા સુધી રહેશે

   અત્રે ઉલેલ્ખનીય છે કે  પાકિસ્તાનની ટીમ આ મેચમાં 'નિઝામ ઓફ નેચર' એટલે કે ભગવાન પર ભરોસો કરી રહી છે. પાકિસ્તાનની ટીમ ઈચ્છે છે કે આ મેચ કોઈપણ ભોગે થાય અને આયર્લેન્ડ યુએસએની ટીમને હરાવી દે. જેના કારણે પાકિસ્તાનની સુપર-8માં જવાની આશાઓ પર પાણી ફરી વળશે. વાસ્તવમાં પાકિસ્તાનની ટીમ ગ્રુપ-એમાં ત્રીજા સ્થાને છે. ત્રણમાંથી બે મેચ જીત્યા બાદ તેના માત્ર 2 પોઈન્ટ છે.

   આવી સ્થિતિમાં, જો તેઓ ક્વોલિફાય કરવા માંગતા હોય તો તેમણે આશા રાખવી પડશે કે આ મેચ વરસાદને કારણે રદ ન થાય અને આયર્લેન્ડ આ મેચ જીતે. આ પછી પાકિસ્તાને આયર્લેન્ડ સામેની મેચ જીતવી પડશે. તો જ પાકિસ્તાનની ટીમ ક્યાંકને ક્યાંક ક્વોલિફાય થઈ શકે છે. હાલમાં ફ્લોરિડાના હવામાનને જોતા એવું કહી શકાય કે આઉટફિલ્ડ ખૂબ જ ભીનું હોવાથી પાકિસ્તાનની આશાઓને આંચકો લાગી શકે છે. 

   આ મેચ પૂર્ણ થાય છે કે નહીં તે જોવું રહ્યું. ભારતીય ટીમ પહેલા જ ગ્રુપ Aમાંથી સુપર-8 માટે ક્વોલિફાઈ કરી ચૂકી છે. ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાએ ક્વોલિફાઈ કર્યું છે. જ્યારે ઓમાન, નામિબિયા, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, યુગાન્ડા અને શ્રીલંકા બહાર છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો યુએસએ છઠ્ઠી ટીમ બની જશે.

(10:56 PM IST)