<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

પાકિસ્તાનના અરમાન ધોવાયા : બાબરની ટીમ બહાર, સુપર 8માં અમેરિકાની એન્ટ્રી:યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ

પાકિસ્તાનની ટીમ સુપર-8માંથી બહાર થઈ ગઈ: યુએસએ સુપર-8માં ક્વોલિફાય થનારી છઠ્ઠી ટીમ બની

બધાની નજર યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની નિર્ણાયક મેચ પર હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી છે. વરસાદ યુએસએ માટે વરદાન સાબિત થયો જ્યારે પાકિસ્તાન માટે અભિશાપ. પાકિસ્તાનની ટીમ સુપર-8માંથી બહાર થઈ ગઈ છે. 

  યુએસએ સુપર-8માં ક્વોલિફાય થનારી છઠ્ઠી ટીમ સાબિત થઈ. યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ મુશળધાર વરસાદને કારણે ટોસ વિના રદ કરવામાં આવી હતી. જે બાદ બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો છે.

   વરસાદના કારણે મેચ રદ્દ થયા બાદ યુએસએને એક પોઈન્ટ મળ્યો હતો. જે બાદ ટીમના કુલ 5 પોઈન્ટ થઈ ગયા છે. પાકિસ્તાનની ટીમે અત્યાર સુધી 3 મેચ રમી છે જેમાં ટીમ માત્ર 1 મેચ જીતી છે. જો પાકિસ્તાન છેલ્લી બાકીની મેચ જીતી જાય તો પણ ટીમના માત્ર 4 પોઈન્ટ જ રહેશે. T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનને યુએસએ સામે જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે, ટીમ સુપર-8 માટે પણ ક્વોલિફાય કરી શકી નથી. 

   બાબર આઝમ એન્ડ કંપની 16 જૂને T20 વર્લ્ડ કપ 2024માં તેમની છેલ્લી મેચ રમશે. આ મેચ આયર્લેન્ડ સામે થશે. આયર્લેન્ડની ટીમે પાકિસ્તાનને T20 શ્રેણીમાં હરાવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે બાબરની ટીમ જીત સાથે વિદાય લે છે કે પછી બીજી વખત T20 વર્લ્ડ કપ 2024માં અપસેટનો ભોગ બને છે.

(11:48 PM IST)