<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

પાકિસ્‍તાને આર્યલેન્‍ડને ૩ વિકેટે હરાવ્‍યું : ભારતના રેકોર્ડની બરાબરી

ટી ૨૦ વર્લ્‍ડ કપમાં ભારત ૩૦ મેચો જીત્‍યુ છે

ન્‍યુયોર્કઃ ટી ૨૦ વર્લ્‍ડ કપ ની ૩૬ મેચ માં પાકિસ્‍તાને આયર્લેન્‍ડને ૩ વિકેટે હરાવ્‍યું હતું. શાહીન શાહ આફ્રિદીને શાનદાર બોલિંગ અને બેટિંગ માટે પ્‍લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્‍યો હતો. આયર્લેન્‍ડ ૧૦૬ રન બનાવ્‍યા હતા. અને તેની સામે પાકિસ્‍તાને ૩ વિકેટે આયર્લેન્‍ડને હરાવ્‍યું હતું. પાકિસ્‍તાનની ટીમે ભારતીય ટીમની બરાબરી કરી લીધી છે. આંકડાની વાત કરીએ તો ટી ૨૦ વર્લ્‍ડ કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્‍તાન બંને ટીમોએ ૩૦-૩૦ મેચ જીતી છે. સાથે શ્રી લંકાની ટીમ ૩૦ મેચ જીતીને નંબર ૧ પર છે. ૧૦૭ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી પાસ્‍કિતાને ૧૮.૫ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી મેચ જીતી લીધો હતો. કેપ્‍ટન બાબર આઝમ ૩૨ રને શાહીન આફ્રિદી ૧૩ રને નોટ આઉટ રહયો હતો. તેણે વિકેટ પણ લીધી હતી.

(12:20 PM IST)