<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

વર્લ્‍ડકપમાં રિટાયર આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્‍યો નામિબિયાનો ઓપનર નિકોલસ ડેવિન

નવી દિલ્‍હી,તા. ૧૭: નામિબિયાનો ઓપનર નિકોલસ ડેવિને (૧૮ રન) ઇંગ્‍લેન્‍ડ સામે છઠ્ઠી ઓવરમાં રિટાયર આઉટ થઇને ઇતિહાસ રચ્‍યો હતો. તે ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાં રિટાયર આઉટ થનાર છઠ્ઠો ખેલાડી હતો. પણ આઇસીસીના વર્લ્‍ડકપ ઇતિહાસમાં તે રિટાયર આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્‍યો હતો.

રિટાયર આઉટ થનાર ખેલાડી ઇન્‍જરી વગર કેપ્‍ટન સાથે ચર્ચા કરીને અન્‍ય ખેલાડીને તક આપવા માટે મેદાન બહાર થઇને રિટાયર આઉટ થાય છે. તે ફરી બેટિંગ માટે આવી શકતો નથી. જ્‍યારે ઇજાને કારણે રિટાયર હર્ટ થનાર ખેલાડી પાસે ફરી મેદાન પર ઉતરવાની તક હોય છે

(12:32 PM IST)