હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હીઃ બેન્ગલોરમાં ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની શરૂઆત થઈ હતી. ભારતીય ટીમે પહેલાં બેટિંગ કરીને ૮ વિકેટ ગુમાવીને ૨૬૫ રન બનાવ્યા હતા. રન-ચેઝ કરવા ઊતરેલી સાઉથ આફ્રિકન ટીમ ૩૭.૪ ઓવરમાં ૧૨૨ રન ફટકારી ઓલઆઉટ થઈ હતી. ૧૪૩ રને સાઉથ આફ્રિકાને હરાવીને કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમે વિજયી શરૂઆત કરી હતી.
વાઇસ કેપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૧૨ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી ૧૧૭ રનની ઇનિંગ્સ રમીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૭૦૦૦ રન પૂરા કર્યા હતા. માર્ચ ૨૦૨૨માં સેન્ચુરી ફટકારનાર સ્મૃતિ માન્ધનાએ ૨૭ મહિના બાદ છઠ્ઠી વન-ડે સેન્ચુરી ફટકારી હતી. ૩૩ વર્ષની ઉંમરે વન-ડે ડેબ્યુ કરનાર આશા શોભના વન-ડે વિમેન્સ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યુ કરનારી સૌથી ઓલ્ડેસ્ટ ખેલાડી બની હતી. તેણે ૨૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. તેણે ૮.૪ ઓવરમાં એમાંથી બે ઓવર મેઇડન કરી હતી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM