<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

વિરાટ કોહલીનું સાધારણ ફોર્મ ચિંતાનો વિષય નથીઃ બેટિંગ-કોચ વિક્રમ રાઠોડ

ન્‍યુયોર્કઃ આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી હજી સુધી ટી ૨૦  વર્લ્‍ડ કપ ૨૦૨૪માં અત્‍યાર સુધીની ત્રણ મેચ માં માત્ર પાંચ રન જ બનાવી શકયો છે. પરંતુ ભારતના બેટિંગ-કોચ વિક્રમ રાઠોડ માને છે કે આ સ્‍ટાર બેટરનું ફોર્મ ચિંતાનો વિષય નથી. કારણ કે તે નેટમાં શાનદાર ફોર્મમાં  જોવા મળી રહ્યો છે.

તેમણે એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે કોહલીએ આઇપીએલમાં શાનાદર પ્રદર્શન કર્યુ હતું. તેના હમણાના ફોર્મ વિશે ચિંતા કરવાની જરૂર નથી. અમુક મેચમાં ન રમવાથી વસ્‍તુઓ બદલાતી નથી. તે ખરેખર સારી બેટિંંગ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે કોહલી જરૂર પડયેસારૂ ઁપ્રદર્શન કરશે.

(1:53 PM IST)