હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
4 ઓવર, 4 મેડન્સ અને 3 વિકેટ :T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના બોલરે રચ્યો ઈતિહાસ
ફર્ગ્યુસને તેની ચાર ઓવરના ક્વોટામાં એક પણ રન ના આપ્યો અને ત્રણ વિકેટ ઝડપી : T20 વર્લ્ડ કપમાં કોઈપણ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને સોમવારે પોતાની દમદાર બોલિંગથી ઈતિહાસ રચ્યો છે. ટી20 વર્લ્ડ કપ-2024માં ન્યુઝીલેન્ડની ટીમ સુપર-8માં જગ્યા બનાવી શકી નથી. તેની છેલ્લી મેચમાં આ ટીમનો સામનો પાપુઆ ન્યુ ગિની સામે હતો. ફર્ગ્યુસને આ ટીમ સામે જે બોલિંગ કરી તે ઐતિહાસિક સાબિત થઈ છે.
આ મેચમાં ફર્ગ્યુસને તેની ચાર ઓવરના ક્વોટામાં એક પણ રન આપ્યો ન હતો અને ત્રણ વિકેટ લીધી હતી. T20 વર્લ્ડ કપમાં કોઈપણ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટી20 ઈન્ટરનેશનલમાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે કોઈ બોલરે તેની ચાર ઓવરના ક્વોટામાં કોઈ રન આપ્યા વિના વિકેટ લીધી હોય. ફર્ગ્યુસન પહેલા કેનેડાના સાદ બિન ઝફરે આ કામ કર્યું હતું. તેણે ચાર ઓવરમાં એક પણ રન આપ્યા વિના બે વિકેટ ઝડપી હતી.
ફર્ગ્યુસને પીએનજીના કેપ્ટન અસલ વાલાની પ્રથમ વિકેટ લીધી હતી. વાલાને ફર્ગ્યુસને ડેરીલ મિચેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી 12મી ઓવરના બીજા બોલ પર તેણે ચાર્લ્સ અમીનીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ફર્ગ્યુસને ત્રીજી વિકેટ ચાડ સોપરના રૂપમાં લીધી હતી. સોપર 14મી ઓવરના બીજા બોલ પર ફર્ગ્યુસન દ્વારા બોલ્ડ થયો હતો. આ તેની ચોથી ઓવર હતી અને આમાં પણ તેણે એક પણ રન આપ્યો ન હતો.
આ મેચમાં PNG ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. આખી ટીમ 19.4 ઓવરમાં 78 રનમાં સમેટાઈ ગઈ હતી. ફર્ગ્યુસને T20 ઈન્ટરનેશનલ ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને PNGની કમર તોડી નાખી. તેના સિવાય ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉથીએ બે-બે વિકેટ લીધી હતી. ઈશ સોઢીએ બે વિકેટ લીધી હતી. મિશેલ સેન્ટનરને એક વિકેટ મળી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
