<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

નેપાલ માટે ૧૦૦ ટી૨૦ ઇન્‍ટરનેશનલ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્‍યો સંદીપ લામિચાને

ન્‍યુયોર્ક,તા. ૧૮: બંગલાદેશ સામેની મેચમાં લેગ-સ્‍પિનર સંદીપ લામિચાનેએ ૪ ઓવરમાં ૧૭ રન આપીને બે વિકેટ ઝડપી હતી. બે વિકેટ લઈને આ ભૂતપૂર્વ નેપાલી કેપ્‍ટને મોટો રેકોર્ડ બનાવ્‍યો હતો. ટી૨૦ ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાં ૧૦૦ વિકેટ લેનાર તે પ્રથમᅠનેપાલી બોલરᅠબન્‍યો છે. માત્ર ૫૪ મેચમાં ૧૦૦ વિકેટ લઈને તે ફાસ્‍ટેસ્‍ટ ૧૦૦ ટી૨૦ ઇન્‍ટરનેશનલ વિકેટના લિસ્‍ટમાં બીજા ક્રમે પહોંચ્‍યો છે. તેણે હારિસ રઉફ (૭૧ મેચ)ને પછાડ્‍યો હતો. આ લિસ્‍ટમાં રાશિદ ખાન (૫૩ મેચ) ટોપ પર છે. હાલમાં જ રેપ-કેસમાં દોષમુક્‍ત જાહેર થનાર લામિચાને ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાં નેપાલ માટે ૨૦૦ પ્‍લસ વિકેટ લેનાર એકમાત્ર બોલર છે.

(2:26 PM IST)