<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ગ્રુપ સ્ટેજમાં ટેબલમાં ટોપર્સ રહી અનબીટેબલઃ ચાર ટીમ ન જીતી શકી એક પણ મેચ

નવી દિલ્હી,તા. ૧૯: બીજીથી ૧૮ જૂન વચ્ચેઙ્ગટી૨૦ વર્લ્ડકપ૨૦૨૪નો ગ્રુપ સ્ટેજનો રોમાંચક રાઉન્ડ રમાયો. ૨૦ ટીમમાંથી ચાર ટીમ આ રાઉન્ડમાં અજય રહી, જયારે ચાર ટીમ એક પણ મેચ જીતી શકી નહીં. આ રાઉન્ડમાં અનબીટેબલ રહેલી ટીમો ICC T20 રેન્કિંગમાં ટોપ પાંચમાં છે, જયારે એક પણ મેચ ન જીતી શકનારી ટીમ

૧૦થી ઓછો રેન્ક ધરાવતી ટીમો છે. ગ્રુપ સ્ટેજ રાઉન્ડમાં ચાર મેચ વરસાદને કારણે રદ થઈ હતી. આ રાઉન્ડમાં સૌથી ઊંચો નેટ રન-રેટ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ (+૩.૬૧૧)નો રહ્યો, જયારે સૌથી ઓછો પહેલી વખત વ્૨૦ વર્લ્ડ કપ રમનાર યુગાન્ડા (-૪.૫૧૦)નો રહ્યો.

એક પણ મેચ ન હારનારી ટીમનો નેટ રન-રેટ

ગ્રુપ A  ભારત (+૧.૧૩૭)

ગ્રુપ B  ઓસ્ટ્રેલિયા (+૨.૭૯૧)

ગ્રુપ C  વેસ્ટ ઇન્ડીઝ (+ૅ૩.૨૫૭)

ગ્રુપ D  સાઉથ આફ્રિકા (+૦.૪૭૦)

એક પણ મેચ ન જીતનારી ટીમનો નેટ રન-રેટ

ગ્રુપ A  આયરલેન્ડ (-૧.૨૯૩)

ગ્રુપ B  ઓમાન (-૩.૦૬૨)

ગ્રુપ C  પાપુઆ ન્યુ ગિની (-૧.૨૬૮)

ગ્રુપ D  નેપાલ (-૦.૫૪૨)

(12:47 PM IST)