<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

પાક. ફેન્‍સ સાથે રસ્‍તામાં જ ઝઘડી પડયો હારિસ રઉફઃ વિડીયો વાયરલ

નવી દિલ્‍હી તા. ૧૯: પાકિસ્‍તાનના ફાસ્‍ટ બોલર હારિસ રઉફનો એક વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. વિડિયોમાં હારિસ રઉફ પાકિસ્‍તાની ફેન્‍સને મારવા દોડી રહ્યો હતો. હારિસ રઉફ તેની પત્‍ની સાથે હતો. તેણે પણ હારિસને રોકવાની કોશિશ કરી હતી. આવું કેમ થયું? હારિસ કેમ ગુસ્‍સે થઇ ગયો? પાકિસ્‍તાની ફાસ્‍ટ બોલરે આનું કારણ સોશ્‍યલ મીડિયા પર આપ્‍યું હતું.

લડાઇના વિડિયો વિશે સ્‍પષ્‍ટતા આપતાં હારિસ રઉફે કહ્યું હતું કે ‘એક સાર્વજનિક વ્‍યકિત તરીકે હું લોકોની દરેક પ્રકારની પ્રતિક્રિયા માટે તૈયાર છું. તેઓ અમને સપોર્ટ આપે છે અને અમારી ટીકા પણ કરે છે, પણ જો કોઇ મારા પરિવાર વિશે કંઇક હશે કંઇક કહે તો હું પણ એ જ રીતે જવાબ આપીશ. કોઇના પરિવાર પ્રત્‍યે આદર દર્શાવવો મહત્‍વપૂર્ણ છે.

(2:33 PM IST)