<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

ભારતીય ફુટબોલ ટીમના હેડ કોચે હકાલપટ્ટી પછી આપી કાનૂની કાર્યવાહી કરવાની ધમકી

નવી દિલ્‍હીઃ ફિફા ૨૦૨૬ વર્લ્‍ડ કપ ક્‍વોલિફાયર્સમાં ભારતીય ફુટબોલ ટીમ બીજા રાઉન્‍ડથી આગળ ન વધી શકી, જેને કારણે હેડ કોચ ઇગોર સ્‍ટિમેકને ઓલ ઇન્‍ડિયા ફુટબોલ ફેડરેશન દ્વારા પદ પરથી બરખાસ્‍ત કરવામાં આવ્‍યા હતા. આ નિર્ણયથી નારાજ ઇગોર સ્‍ટિમેકે AIFFને ચેતવણી આપી હતી કે ૧૦ દિવસની અંદર મારી બાકી રહેલી સેલેરી ચૂકવવી દેજો, જો આમ કરવામાં નહીં આવે તો હું AIFF વિરુદ્ધ ફિફા ટ્રિબ્‍યુનલમાં કેસ દાખલ કરીશ.

૨૦૧૯માં તેમને હેડ કોચ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. ગયા વર્ષે AIFF દ્વારા તેમના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્‍યો હતો. ૫૬ વર્ષના સ્‍ટિમેક ૧૯૯૮ ફિફા વર્લ્‍ડ કપની સેમી ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયા ટીમનો ભાગ હતા. તેમના નેતૃત્‍વ હેઠળ ભારતે બે SAFF ચેમ્‍પિયનશિપ, એક ઇન્‍ટરકોન્‍ટિનેન્‍ટલ કપ અને ત્રિકોણીય સિરીઝ સહિત ચાર મુખ્‍ય ટ્રોફી જીતી હતી.

(2:34 PM IST)