તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
રોહિત-વિરાટ વિન્ડીઝના મહાન ફાસ્ટ બોલર વેસ્લી હોલને મળ્યાઃ બુક ભેટમાં આપી

બાર્બેડોઝમાં ગઈ કાલે પ્રેક્ટિસ-સેશન દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝના મહાન ફાસ્ટ બોલર વેસ્લી હોલᅠભારતીય ટીમના સ્ટાર ઓપનર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માને મળ્યા હતા. ૮૬ વર્ષના આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ભારતની ઓપનિંગ જોડી સહિત હેડ કોચ રાહુલ દ્રવિડને પણ પોતાની બુક ‘આન્સરિંગ ટુ ધ કોલ'ગિફટમાં આપી હતી. વેસ્લી હોલે આ તમામને ભારતના મહાન ખેલાડી ગણાવ્યા હતા. ૧૯૫૮માં ભારત સામે ટેસ્ટ-ડેબ્યુ કરનારા વેસ્લી હોલે ૪૮ મેચમાં ૧૯૨ વિકેટ લીધી હતી. તેમણે ડગઆઉટમાં વિરાટ કોહલી સાથે મુલાકાત કરીને તેને ૧૦૦ સેન્ચુરી ફટકારવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
