તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
ટીમ ઇન્ડિયા વટભેર સેમી ફાઇનલમાં : ૨૭મીએ ઇંગ્લેન્ડ સામે મુકાબલો
બે વર્લ્ડકપમાં મળેલી હારનો બદલો ભારતે લીધો : રોહિતના શાનદાર ૯૨ રનની મદદથી ભારતે ૫ વિકેટે ૨૦૫ રન બનાવ્યા : જવાબમાં કાંગારૂની ટીમ ૭ વિકેટે ૧૮૧ રન જ બનાવી શકી

નવી દિલ્હી તા. ૨૫ : રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને પછાડી ટી ૨૦ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ હાર બાદ હવે ઓસ્ટ્રેલિયા સામે બહાર થવાનો ખતરો મંડરાયેલો છે.
ભારતીય ટીમ હવે પોતાની સેમીફાઈનલ મેચ ૨૭ જૂને રમશે. અહીં તેની ટક્કર ગ્રુપ-૨માં બીજા નંબર પર રહેલી ઈંગ્લેન્ડની ટીમ સામે થશે. આ સેમીફાઈનલ મેચ ગુયાનાના પ્રોવિડેંસ સ્ટેડિયમમાં ભારતીય સમયાનુસાર રાતના ૮ વાગ્યે થશે. બીજી સેમીફાઈનલ પણ ૨૭ જૂને સવારે ૬ વાગ્યે રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આ મેચ ગ્રોસ આઈલેટના ડેરેન સૈમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટોસ હારીને પહેલા બેટીંગ કરતા ટીમ ઈંડિયાએ ૨૦૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૭ વિકેટ ખોઈને ૧૮૧ રન જ બનાવી શકી હતી.
રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી ૯૨ રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત રોહિત ટી૨૦ ઈન્ટરનેશનલમાં ૨૦૦ સિક્સર ફટકારી સિક્સર કિંગ પણ બન્યો છે. મેચમાં શિવમ દુબે અને સૂર્યકુમાર યાદવે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
હિટમેને વિસ્ફોટ બેટિંગ કરી અને મેદાનમાં ચારેકોર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. રોહિતે ૪૧ બોલમાં સાત ફોર અને આઠ સિક્સ સાથે ૯૨ રન નોંધાવ્યા હતા. કોહલી આઉટ થયા બાદ પંત મેદાનમાં આવ્યો હતો અને તેણે રોહિત સાથે ૮૭ રનની પાર્ટનરશીપ કરી હતી. પંતે ૧૪ બોલમાં એક ફોર અને એક સિક્સ ફટકારી ૧૫ રન, સૂર્યકુમાર યાદવે ૧૬ બોલમાં બે સિક્સ અને ત્રણ ફોર સાથે ૩૧ રન, શિવમ દુબેએ ૨૨ બોલમાં એક સિક્સ અને એક ફોર સાથે ૨૮ રન, હાર્દિક પંડ્યાએ બે સિક્સ અને એક ફોર સાથે અણનમ ૨૭ રન અને રવિન્દ્ર જાડેજાએ પાંચ બોલમાં અણનમ ૯ રન નોંધાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાનો બોલર માર્ક સ્ટોનિક અને પેટ કમિન્સ ખૂબ જ ખર્ચાળ બોલર સાબિત થયા હતા. સ્ટોનિકે ચાર ઓવરમાં ૫૬ રન આપી ચાર વિકેટ ઝડપી હતી, જયારે કમિન્સે ચાર ઓવરમાં ૪૮ રન આપી એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો. વિકેટની વાત કરીએ તો સ્ટોનિક અને મિસેલ સ્ટાર્કે બે-બે વિકેટ ઝડપી હતી, જયારે જોશ હેઝલવુડે એક વિકેટ ખેરવી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર ટ્રેવિડ હેડે દમદાર બેટીંગ કરી ૪૩ બોલમાં ચાર સિક્સ અને નવ ફોર ફટકારી ૭૬ રન નોંધાવ્યા હતા. જયારે કેપ્ટન મિશેલ માર્સે ૨૮ બોલમાં બે ફોર અને ત્રણ ફોર સાથે ૩૭ રન, ગ્લેન મેક્સવેલે ૧૨ બોલમાં એક સિક્સ અને બે ફોર સાથે ૨૦ રન, ડેવિડ વોર્નરે ૬ બોલમાં એક ફોર સાથે ૬ રન, માર્કસ સ્ટોનિકે ચાર બોલમાં બે રન, મેથ્યુ વાડેએ બે બોલમાં એક રન, ટીમ ડેવિડે ૧૧ બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે ૧૫ રન નોંધાવ્યા છે.
ભારત તરફથી અર્શદીપ સિંઘે સૌથી વધુ ત્રણ વિકેટ, કુલદીપ યાદવે બે વિકેટ અને અક્ષર પટેલ અને જસપ્રિત બુમરાહે એક-એક વિકેટ ઝડપી છે.
રોહિત બન્યો સિક્સર કિંગ, નોંધાવ્યો આ રેકોર્ડ
ટી ૨૦ વર્લ્ડકપમાં આઙ્ઘસ્ટ્રેલિયા સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ધુંઆધાર બેટિંગ કરી હતી. આ મેચમાં એક બાદ એક છગ્ગા ફટકારીને રોહિતે મહારેકાઙ્ઘર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા વ્૨૦ ઈન્ટરનેશનલમાં ૨૦૦ સિક્સર ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ યાદીમાં બીજા સ્થાન પર માર્ટિન ગપ્ટિલ છે, જેણે ૧૭૩ સિક્સર ફટકારી છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
