તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
હિટમેને સ્ટાર્કની બોલીંગમાં કરી ખુબ ધોલાઇઃ ૬ બોલમાં ૨૯ રન ઝુડી નાખ્યા
રોહિતના ૨૦૦ છગ્ગા પુરા

નવી દિલ્હીઃ રોહિત શર્માએ ગઇકાલે ઓસ્ટ્રેલીયા સામે બેટીંગ કરી હતી. ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ના સુપર-૮ મેચમાં રોહિતે સેંટ લુસીયામાં રમાયેલ મેચમાં મિચેલ સ્ટાર્કની એક ઓવરમાં ૪ છકકા મારી દીધા હતા. રોહિતે પહેલી ૬ ઓવરોમાં સ્ટાર્કને નિશાન બનાવીને તેની એક ઓવરમાં ૨૯ રન બનાવ્યા હતા. આ મુકાબલામાં હીટમેન ગજબના ટચમાં જોવા મળ્યો હતો. તેણે ર્સ્ટાની બીજી ઓવરમાં આ કારનામો કર્યો હતો. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં મિચેલ સ્ટાર્કની આ સોૈથી મોંઘી ઓવર છે. આ પહેલા તેણે ૨૦૨૧ ટી-૨૦ વિશ્વકપ ફાઇનલમાં ૨૨ રન આપ્યા હતા. જે તેની આ પહેલાની સોૈથી મોંઘી ઓવર હતી.
રોહિત શર્માએ હેઝલવુડ સિવાયના બધા ઓસ્ટ્રેલીયન બોલરોની ધોલાઇ કરી હતી. રોહિતે આ દરમ્યાન આંતરાષ્ટ્રીય ક્રિકેટ કેરીયરમાં ૨૦૦ છકકા પુરા કરીને આવું કરનાર વિશ્વનો પહેલો બેટસમેન બની ગયો. તેણે ૧૯ દડામાં પોતાની અડધી સદી પુરી કરી જે ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ ની સોૈથી ઝડપી ફીફટી છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
