<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

વસીમ અકરમે વધાર્યું સસ્પેન્સ : શું ખરેખર ટીમ ઈન્ડિયા કરશે પાકિસ્તાનનો પ્રવાસ

નવી દિલ્હી: પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે પછી એશિયા કપ 2023ની જેમ આ ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ દ્વારા કરવામાં આવશે. તમામ અટકળો વચ્ચે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે આ મુદ્દે સાથે ખાસ વાતચીત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાશે અને તેમાં યજમાન પાકિસ્તાન સિવાય સાત દેશો ભાગ લેશે.આ સાત દેશોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.ટૂર્નામેન્ટમાં ભારતની ભાગીદારી અંગેના વિવાદ વચ્ચે, પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે દેશમાં 'ક્રિકેટની સુધારણા' માટે આવી ટૂર્નામેન્ટનું આયોજન કરવાના મહત્વ વિશે  સાથે ખાસ વાત કરી.અકરમે  કહ્યું કે મને આશા છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવશે. આખો દેશ તમામ ટીમોને આવકારવા આતુર છે. યાદગાર ટુર્નામેન્ટ માટે અમે તેમનું દિલથી સ્વાગત કરીશું. અમારી પાસે ઉત્તમ સુવિધાઓ છે અને અમે નવા સ્ટેડિયમ બનાવવા પર કામ કરી રહ્યા છીએ.

 

(5:39 PM IST)