તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 27th June 2024
અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનને તેના કૃત્યની સજા ભોગવવી પડી, ICCએ ફટકારી ;લગાવી ;જાણો સમગ્ર મામલો
ICCએ રાશિદ ખાનને ICCની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી માનીને તેને સખત ઠપકો આપ્યો

નવી દિલ્હી અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-8 રાઉન્ડની છેલ્લી મેચ ખૂબ જ નાટકીય રહી હતી. અફઘાનિસ્તાને વરસાદ વિક્ષેપિત મેચમાં ડીએલએસના આધારે બાંગ્લાદેશને 8 રનથી હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ જીતની ઉજવણી કરી રહી છે, પરંતુ તેના કેપ્ટન રાશિદ ખાનને ICC તરફથી સખત ઠપકો મળ્યો છે
બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન રાશિદ ખાને છેલ્લી ઓવરમાં પોતાના સાથી ખેલાડી કરીમ જનાત પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.અફઘાનિસ્તાનની ઈનિંગની છેલ્લી ઓવરમાં રાશિદ ખાને એક શોટ રમ્યો હતો અને બે રન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના પાર્ટનરએ સિંગલ લઈને કેપ્ટનને પરત મોકલી દીધો હતો. આનાથી ગુસ્સે થઈને રાશિદ ખાને પોતાનું બેટ પીચની વચ્ચે ફેંકી દીધું અને ક્રિઝ પર પાછો ફર્યો. રાશિદ ખાનનો આ રીતે ગુસ્સે થતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICCએ રાશિદ ખાનને ICCની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી માનીને તેને સખત ઠપકો આપ્યો હતો. આઈસીસીએ સાઉથ આફ્રિકા સામેની સેમીફાઈનલ પહેલા રાશિદ ખાનને જોરદાર પાઠ ભણાવ્યો હતો.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
