<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

આજે ભારત-ઇંગ્‍લેન્‍ડ મેચમાં વરસાદનું વિધ્‍ન નડે તેવી ૮૦ ટકા શકયતા

ભારતને ર૦રર નો બદલો લેવાની તક નહીં મળે ? ભારે ચર્ચા

નવી દિલ્‍હી, તા. ર૭ : આજે સાંજે ટી-ર૦ વર્લ્‍ડ કપની બીજી સેમિફાઇનલમાં ભારતનો સામનો ઇંગ્‍લેન્‍ડ સામે થશે. નિયત સમય પત્રક અનુાસર, ટોસ ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્‍યે થવાનો છે અને પ્રથમ બોલ ૮ વાગ્‍યે નાખવાનો છે, પરંતુ હવામાનને લઈને આશંકા છે.

ગયાનાના નવીનતમ હવામાન અહેવાલ મુજબ, મેચ દરમિયાન વરસાદની ૮૦ ટકા સંભાવના છે. ટીમ ઈન્‍ડિયા માટે સારી વાત એ છે કે જો મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ જાય છે તો સુપર ૮માં સારા પ્રદર્શનને કારણે રોહિત શર્માની ટીમને ફાઇનલમાં જગ્‍યા મળી જશે.

ટીમ ઈન્‍ડિયા પાસે ૨૦૨૨ની સેમીફાઈનલ હારનો બદલો લેવાની તક છે

ટીમ ઈન્‍ડિયાના ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ બંધ થાય અને મેચ રમાય. દરેક વ્‍યક્‍તિ ૨૦૨૨ T20 વર્લ્‍ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્‍લેન્‍ડ સામેની હારનો બદલો લેવા માંગે છે.

IND vs ENG વેધર અપડેટ : ભારત-ઈંગ્‍લેન્‍ડ સેમિફાઈનલ પહેલા ગયાનામાં વરસાદ, મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી, આ ટીમને ફાયદો થશે

આ મેચ ૧૦ નવેમ્‍બર ૨૦૨૨ના રોજ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. ત્‍યારે પણ બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્‍લેન્‍ડ વચ્‍ચે મેચ રમાઈ હતી.

ઈંગ્‍લેન્‍ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલીની ફિફ્‌ટીની મદદથી ટીમ ઈન્‍ડિયાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૬૮ રન બનાવ્‍યા હતા. જવાબમાં ઇંગ્‍લેન્‍ડે એકપણ વિકેટ ગુમાવ્‍યા વિના લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. જોસ બટલરે અણનમ ૮૦ રન અને એલેક્‍સ હેલ્‍સે અણનમ ૮૬ રન બનાવ્‍યા હતા.

(3:23 PM IST)