News of Thursday, 27th June 2024
ગોલ્ફ રમવું એ મારો શોખ, એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોયુ'તુ
ભારતીય પ્રોફેશનલ ગોલ્ફ ટૂરના પ્રેસીડેન્ટ બનતા કપિલ દેવ

નવી દિલ્હીઃ ૧૯૮૩ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કૅપ્ટન કપિલ દેવે પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (PGTI)ના નવા પ્રેસિડન્ટ તરીકે પદ સંભાળીને નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે. ૬૫ વર્ષના શાનદાર ગોલ્ફ ખેલાડી કપિલ દેવ આ પહેલાં PGTIના વાઇસ પ્રેસિડન્ટ હતા. એચ. આર, શ્રીનિવાસનનો કાર્યકાળ સમાપ્ત થતાં તે સર્વાનુમતે ચૂંટાયા હતા.કપિલ દેવે નવી ઇનિંગ્સ શરૂ કરતાં કહ્યું હતું કે ગોલ્ફ ત્રણ દાયકાથી વધુ સમયથી મારો શોખ છે. જ્યારે હું એક ગોલ્ફર હતો ત્યારે મેં આ રમતમાં એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોયું હતું. હું હંમેશાની જેમ મારું સર્વશ્રેષ્ઠ કામ કરવાનું વચન આપું છું. ભારતના ટોચના સ્ટાર ખેલાડીઓ કપિલ દેવના ગોલ્ફ-મિત્રો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં PGTI માટે નવા સ્પૉન્સર્સ લાવવાના પ્રયાસમાં કપિલ દેવ સૌથી આગળ રહ્યા છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
