તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
'લેડી સેહવાગ' તરીકે જાણીતી શૈફાલી વર્માએ રચ્યો ઇતિહાસ : દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી
શેફાલી વર્માએ 197 બોલમાં 23 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 205 રનની શાનદાર ઇનિંગ રમી

ભારતીય ટીમ આ દિવસોમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, તો બીજી તરફ ભારતીય મહિલા ટીમે પ્રથમ T20 શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યા બાદ હવે ટેસ્ટ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતીય મહિલા ટીમે 4 વિકેટના નુકસાને 524 રન બનાવી લીધા હતા. ટીમ ઈન્ડિયાની 'લેડી સેહવાગ' તરીકે જાણીતી શેફાલી વર્માએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.
ચેન્નાઈમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ ખેલાડી શેફાલી વર્માએ સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. શેફાલી વર્માએ 197 બોલમાં 23 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 205 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શેફાલી વર્મા પહેલા માત્ર મિતાલી રાજે મહિલા ક્રિકેટમાં ટેસ્ટ ફોર્મેટમાં બેવડી સદી ફટકારી હતી. પરંતુ હવે આ લિસ્ટમાં શેફાલી વર્માનું નામ પણ જોડાઈ ગયું છે.
ભારતીય મહિલા ટીમની સ્ટાર ક્રિકેટર શેફાલી વર્માએ સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં રેડ બોલ ફોર્મેટમાં ઈતિહાસ રચ્યો હતો. શેફાલીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 205 રનની જોરદાર ઇનિંગ રમી હતી. શેફાલી વર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ સાથે તેના નામે ઘણા મોટા રેકોર્ડ પણ નોંધાયા હતા
શેફાલી વર્માએ પોતાની તોફાની બેટિંગથી મહિલા ટેસ્ટ ક્રિકેટમાં એક નવો અધ્યાય લખ્યો. શેફાલી આ ફોર્મેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારી મહિલા ક્રિકેટર બની ગઈ છે. 20 વર્ષની ઉંમરે શેફાલીએ માત્ર 194 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરવાની સિદ્ધિ મેળવી છે
જોકે, બેવડી સદી ફટકાર્યા બાદ શેફાલી વધુ સમય ટકી શકી ન હતી. જેમિમાહ રોડ્રિગ્સ સાથે રન લેતી વખતે ગેરસમજને કારણે તેણીએ તેની વિકેટ ગુમાવી હતી. રોડ્રિગ્ઝ દ્વારા રમાયેલો ટકરનો બોલ મિડ-ઓન પર ગયો હતો. શેફાલી રન લેવામાં થોડી ખચકાટ અનુભવતી હતી અને આ દરમિયાન બોલરો પણ તેના રસ્તામાં આવી ગયા હતા. પણ શેફાલીએ રન પૂરો કરવાનું વિચાર્યું. દરમિયાન, મલબાએ કીપર જાફ્ટાને થ્રો આપ્યો જેણે શેફાલી ક્રિઝ પર પહોંચે તે પહેલા જ સ્ટમ્પ નીચે પછાડી દીધો. શેફાલીએ 197 બોલનો સામનો કર્યો અને 23 ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 205 રન બનાવ્યા.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
