તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો; જાણો બંને ટીમની પ્લેઇંગ 11
ટૂર્નામેન્ટમાં બંને ટીમો અત્યાર સુધી અજેય રહી : ભારતે સાત મેચ જીતી છે અને દક્ષિણ આફ્રિકાએ સતત 8 મેચ જીતી

T20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો અત્યાર સુધી અજેય રહી છે. ભારતે સાત મેચ જીતી છે અને દક્ષિણ આફ્રિકાએ સતત 8 મેચ જીતી છે.
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે તેની કારકિર્દીની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો ભારતીય ખેલાડી છે
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જોહ્ન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે, તબરેઝ શમ્સી.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
