<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

ભારતને નવો હેડ કોચ શ્રીલંકા સામેની સિરીઝથી મળશે

આ મહિનાના અંતે ભારતીય ટીમ ટી-૨૦ અને વન-ડે સિરીઝ રમવા શ્રીલંકા જશેઃ એ પહેલા ઝિમ્‍બાબ્‍વેના પ્રવાસમાં જવાબદારી વીવીએસ લક્ષ્મણના શિરે

નવી દિલ્‍હીઃ ભારતીફ ક્રિકેટ બોર્ડન સેક્રેટરી જય શાહે કહ્યું છે કે ભારતીય ટીમને શ્રીલંકા સામેની સિરીઝથી નવો કોચ મળી જશે. ભારતીય ટીમ આ મહિનાના અંતમાં શ્રીલંકાના પ્રવાસે જવાની છે, જ્‍યો એ ત્રણ મેચની ટી-૨૦ ત્રણ મેચની વન-ડે સિરીઝ રમશે.

પહેલા ટી-૨૦ સિરીઝ રમાશે જેમાં પહેલી મેચ ૨૭ જુલાઇએ, બીજી ૨૮ જુલાઇએ અને ત્રીજી ૩૦ જુલાઇએ રમાશે. વન-ડે સિરીઝની પહેલી મેચ બીજી ઓગસ્‍ટે, બીજી ચોથી ઓગસ્‍ટે અને ત્રીજી સાતમી ઓગસ્‍ટે રમાશે.

શ્રીલંકાના પ્રવાસ પહેલા ભારતીય ટીમ પાંચ મેચની ટી-૨૦ સિરીઝ રમવા ઝિમ્‍બાબ્‍વે જઇ રહી છે. જેમાં વચગાળાના હેડ કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણ નિભાવવાનો છે. આ ટીમની આગેવાની શુભમન ગિલ કરવાનો છે. અને આ ત્રણ મેમો ૬,૭,૧૦,૧૩ અને ૧૪ જુલાઇએ રમાવાની છે.

ભારતના નવા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનું નામ ઓલમોસ્‍ટ ફાઇનલ છે.એવી ચર્ચા છે.

(11:20 AM IST)