<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

પવન ઝડપથી ફુંકાય છે, દિનકર રાવ ટોપી સંભાળો

સૂર્યાએ જણાવી બાર્બાડોસના હવામાનની સ્‍થિતિ, ઇન્‍સ્‍ટાગ્રામમાં શેર કરી ડરામણી તસ્‍વીર

નવી દિલ્‍હીઃ સૂર્યાએ બાર્બાડોસની હવામાનની સ્‍થિતિ જણાવી છે. સૂર્યકુમારે તેના રૂમમાંથી ઇન્‍સ્‍ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે ત્‍યાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

તેણે તેના કેપ્‍શનમાં લખ્‍યું- પવન ઝડપથી ફૂંકાય છે, દિનકર રાવ ટોપીને સંભાળો. સૂર્યાની પત્‍ની દેવીશાએ પણ એક વીડિયો પોસ્‍ટ કર્યો છે. જેમાં દરિયામાં જોરદાર પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ બંને વીડિયોએ ફેન્‍સનું ટેન્‍શન વધારી દીધું છે. મળતી માહિતી મુજબ, બેરીલ એક ગંભીર ત્રીજી શ્રેણીનું તોફાન છે. આ વાવાઝોડાની પવનની ઝડપ ૧૯૫ કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું કહેવાય છે. બેરીલ તોફાનને કારણે ભારે વરસાદ અને પૂરનો પણ ભય છે.

(11:21 AM IST)