<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

હવે ટીમ ઇન્‍ડિયાનો ટાર્ગેટ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી અને વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપ જીતવાનોઃ જય શાહ

બીસીસીઆઇએ રોહિત, વિરાટ, જાડેજા સહિતના સિનિયર ખેલાડીઓને આપી મોટી જવાબદારી

નવી દિલ્‍હી,તા. ૨:ભારતીય ટીમ વિજેતા બન્‍યા બાદ ભારતના ત્રણ દિગ્‍ગજ ખેલાડીઓએ નિવૃત્તિ લીધી હતી. સૌથી પહેલા વિરાટ કોહલીએ બાદ કેપ્‍ટન રોહિત અને ઓલરાઉન્‍ડર રવિન્‍દ્ર જાડેજાએ પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.ᅠ

હવે આવતા વર્ષે બે મોટી આઇસીસી ઈવેન્‍ટ જીતવાની તૈયારીઓᅠ શરુ કરી દીધી છે.ᅠ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પણ તેના માટે તૈયારીઓ કરી લીધી છે. બીસીસીઆઇના સચિવ જય શાહે કહ્યું કે, ટીમ ઈન્‍ડિયાનું આગામી લક્ષ્ય ચેમ્‍પિયન્‍સ ટ્રોફી અને આઈસીસી વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઈનલ જીતવા પર છે.

જય શાહે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ અને ચેમ્‍પિયન્‍સ ટ્રોફી જીતવા પર ભાર મૂક્‍યો હતો. જેમા અનુભવી સિનિયર ખેલાડીઓ સાથેની મજબૂત ટીમનું મહત્ત્વ બતાવતા જય શાહે કહ્યું કે, ‘આ ટીમ જે રીતે આગળ વધી રહી છે, અમારો હેતુ વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઈનલ અને ચેમ્‍પિયન્‍સ ટ્રોફી જીતવાનો છે. ત્‍યાં પણ લગભગ આ જ ટીમ રમશે. સિનિયર ખેલાડીઓ જરુર હશે.' છેલ્લા એક દાયકામાં ભારતીય ટીમ મોટી ફાઈનલમાં હારવા માટે જાણીતી હતી, પરંતુ છેલ્લા ૧૨ મહિનામાં બે આઇસીસી ફાઇનલમાં હાર્યા બાદ ટીમે ટાઈટલ જીતીને નવી આશા જગાવી છે.ᅠ

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન પાકિસ્‍તાનની ધરતી પર થશે. ત્‍યાર બાદ જૂન ૨૦૨૫માં વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઇનલ લોર્ડ્‍સ, લંડનમાં યોજાશે. ભારતે ૨૦૧૩માં ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની ફાઈનલ જીતી હતી. જે બાદ ૨૦૧૭માં ટીમ ઈન્‍ડિયા ફાઈનલમાં પાકિસ્‍તાન સામે હારી ગઈ હતી. ભારત ફરી આ ટુર્નામેન્‍ટને પોતાના કરવા ઈચ્‍છે છે.ᅠ

વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની વાત કરીએ, તો ૨૦૨૧માં ભારત ન્‍યૂઝીલેન્‍ડ સામે ફાઇનલમાં હારી ગયું હતું. ત્‍યાર બાદ વર્ષ ૨૦૨૩માં ઓસ્‍ટ્રેલિયાએ હરાવ્‍યું હતું. સતત બે વખત વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ હવે ભારતની નજર આ ટૂર્નામેન્‍ટ જીતવા પર મંડાયેલી છે.

(1:37 PM IST)