<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

હવે બાબરે રિઝવાનની કેપ્‍ટનશીપ હેઠળ રમવું પડશે : હકાલપટ્ટી

જીટી ર૦ લીંગ : વાનકુવર નાઇટસ ટીમમાં નવો કેપ્‍ટન

 

નવી દિલ્‍હી, તા. ર૦ : ટી-ર૦ વર્લ્‍ડ કપમાં પાકિસ્‍તાનના ખરાબ પ્રદર્શન માટે બાબર આઝમને જવાબદાર ગણવામાં આવ્‍યો હતો. આ પછી ક્રિકેટ એક્‍સપર્ટ્‍સે તેના પર સવાલો ઉઠાવ્‍યા અને તેને કેપ્‍ટનશિપ પરથી હટાવવાની માંગ કરી. પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડે તેને સુકાની પદ પરથી હટાવ્‍યો ન હતો, પરંતુ બાંગ્‍લાદેશની ટેસ્‍ટ શ્રેણીમાંથી તેને બહાર કરી દીધો હતો. તેની અસર હવે કેનેડાની ટી-૨૦ લીગમાં પણ જોવા મળી છે.

ટી-૨૦ લીગની ચોથી સિઝન કેનેડામાં થવા જઈ રહી છે. વાનકુવર નાઈટ્‍સે તેમના સોશિયલ મીડિયા પર રિઝવાનની કેપ્‍ટન તરીકે નિમણૂકની જાહેરાત  કરતાં જણાવ્‍યું હતું કે રિઝવાનને તેની શાનદાર બેટિંગ અને વિકેટ કીપિંગના કારણે ટીમના કેપ્‍ટન તરીકે પસંદ કરવામાં આવ્‍યો છે. હવે બાબર આઝમે રિઝવાનની કેપ્‍ટનશીપમાં રમવું પડશે. રિઝવાન અને બાબર ઉપરાંત પાકિસ્‍તાની ક્રિકેટર મોહમ્‍મદ આમિર અને આસિફ અલી પણ આ ટીમનો ભાગ હશે. આ ચાર પાકિસ્‍તાની ખેલાડીઓ સિવાય શાહીન આફ્રિદી પણ આ લીગમાં રમવાનો છે. ટોરોન્‍ટો નેશનલે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

(4:13 PM IST)