તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ઓપનીંગમાં જયસ્વાલ, ગાયકવાડ, ગિલ તો અભિષેક શર્માને પણ તક મળી શકે, શિવમ અને રીંકુ ફિનિશરની ભૂમિકામાં
નવા ટી-ર૦ કેપ્ટન સહિત યુવા ખેલાડીઓથી ભરપુર હશે ટીમ ઇન્ડિયા

નવી દિલ્હી, તા. ર : વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની નિવળત્તી બાદ ભારતીય ટીમ કેવી હશે આ ચર્ચાએ જોર પકડ્યું છે.
કેવા હશે ભારતીય ટી ૨૦ ટીમનો ભાવીઆ વાત જગજાહેર છે કે, ભારતીય ક્રિકેટમાં ટેલેન્ટ કુટી-કુટીને ભરેલો છે. ત્યારે ટી ૨૦ ક્રિકેટ ટીમને ફાઇનલ કરતી વખતે ટીમમાં અનુભવ અને યુવા શક્તિની યોગ્ય રીતે પસંદગી કરવી પડશે. ભારતીય ટી ૨૦ ટીમના ભાવિને ધ્યાનમાં લેતા ઘણા સ્ટાર પ્લેયર્સ ટીમમાં રહેશે જ રહેશે એટલે કે, તેમનો ટીમમાં ખૂબ જ મહત્ત્વ છે. આવા ખેલાડીઓમાં સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદ, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.
ઓપનિંગ કરી હતી. આ બંને સ્ટાર પ્લેયર્સની નિવળત્તી બાદ ઓપનિંગ માટે યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગીલ જેવા ઘણાં ઓપ્શન ઉપલબ્ધ છે. અહીં અભિષેક શર્માને પણ તક મળી શકે છે. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ અને આઇપીએલ-૨૦૨૪માં શાનદાર ફોર્મમાં હતા. શુભમન ગીલ આ વર્ષના અટઇપડઅપફ્રમાં કંઇ ખાસ કમાલ ન બતાવી શકયો હતો. જો કે, અગાઉ ૨૦૨૩નાઆઇપીએલમાં તેણે તોફાની પ્રદર્શન કર્યું હતું. ભલે ૨૦૨૪ના આઇપીએલ-માં ગીલનું પ્રદર્શન ખાસ ન હતો છતાં ગીલ ઓપનિંગ સ્પોટના એક પ્રબળ દાવેદાર છે. આ રેસમાં હૈદરાબાદનો ઓપનર અભિષેક શર્મા પણ સામેલ છે. આ વખતના આઇપીએલમાં તેણે તોફાની પ્રદર્શન કર્યું હતું.
નંબર ૩ માટે રસાકસીવાત હવે નંબર ૩ના સ્પોટની છે. અહીં બે મોટા નામની ચર્ચા છે. પ્રથમ ઋષભ પંત અને બીજો સંજુ સેમસન. આ બંને ખેલાડીઓમાં ઘણી સમાનતાઓ છે. બંને પોત-પોતાની અટઇપડઅપફ્ર ટીમના કેપ્ટન છે અને બંને વિકેટ કિપર છે તેમજ બંને વિસ્ફોટક બેટ્સમેન તરીકે પ્રખ્યાત છે. જો કે, આ વર્લ્ડકપમાં પંત કંઇ ખાસ પ્રદર્શન ન કરી શકયો હતો. સેમસનની વાત કરીએ તો આઇપીએલમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. આવામાં જો પંત ફોર્મમાં ન હોય તો સેમસનને તક મળી શકે છે.
નંબર ૬ અંગે દુવિધાટીમમાં નંબર ૪ અને ૫ની જગ્યા નક્કી છે. નંબર ૪ પર સુર્યકુમાર યાદવ અને નંબર ૫ પર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા. હવે આપણે નંબર ૬ અંગે વાત કરીએ. નંબર ૬ માટે ૨ નામ ચર્ચામાં છે એક શિવમ દુબે અને બીજો રિંકુ સિંહ. બંને ફિનિશરની ભૂમિકા નિભાવે છે. બંને વિસ્ફોટક બેટિંગ કરે છે. આ બંને વચ્ચે ફક્ત એક એ જ અંતર છે કે શિવમ દુબે બોલિંગ પણ કરે છે. આ વખતના વર્લ્ડકપમાં રિંકુ સિંહના સ્થાને શિવમ દુબેને તક આપવામાં આવી હતી. જોકે, તેણે ખાસ પ્રદર્શન ન કર્યો હતો.
અંતિમ નંબરો પર ચર્ચાનંબર ૪ અને ૫ની જેમ ૭ અને ૮નંબર પણ નક્કી જ છે. નંબર ૭ પર અક્ષર પટેલ અને નંબર ૮ પર કુલદીપ યાદવ રમશે. ત્યાં નંબર ૯ પર જરૂરિયાત મુજબ અલગ અલગ ખેલાડીઓ હોઇ શકે છે. નંબર ૯ માટે રવિ બિ‘ોઇ, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદર દાવેદાર છે. જ્યાં રવિ બિશ્નોઇ અને મોહમ્મદ સિરાજ મજબુત બોલર છે અને વોશિંગ્ટન સુંદરની ઓળખ ઓલરાઉન્ડર તરીકેની છે. છેલ્લે વાત આવે છે નંબર ૧૦ અને ૧૧ની, આં બને જગ્યા માટે અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ અગાઉથી નક્કી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
